Only Gujarat

FEATURED International

પત્ની અને બાળકો હોવા છતાંય લોકો પતિને કહી રહ્યાં છે ગે, જાણો કારણ

બર્લિનઃ ઘણીવાર લોકો સામેવાળા વ્યક્તિનો વેશ જોઈ તેની જાતિ, ધર્મ અને અન્ય પ્રકારની માનસિકતા કેળવી લેતા હોય છે. પેન્ટ-શર્ટ હોય પુરુષ અને સલવાર-શૂટ કે સાડી એટલે સ્ત્રી આ સામાન્ય ધારણા છે, જોકે જર્મનીના એક પુરુષના કપડા જોઈ તેના સમલૈંગિક કે સામાન્ય હોવા અંગે લોકોમાં મૂંજવણ જોવા મળતી હોય છે. લોકોને લાગે છે કે ગે છે જ્યારે કે વાસ્તવમાં તે પત્ની અને 3 બાળકો સાથે ખુશહાલ જીવન જીવી રહ્યો છે.

માર્ક નામના વ્યક્તિએ કપડા મામલે જેન્ડર ઈક્વાલિટી લાવવા માટે 4 વર્ષથી ઘર હોય કે બહાર સ્કર્ટ અને હાઈ હીલ્સ પહેરીને જ નીકળે છે. આ જ કારણે લોકોને તેમના ગે હોવા પર શંકા રહેતી હોય છે જોકે વાસ્તવિકતા જાણ્યા બાદ તેમના આમ કરવા અંગે સવાલો કરતા રહે છે.

61 વર્ષીય માર્ક બ્રાયન જર્મનીમાં રોબોટિક્સ એન્જિનિયર છે. માર્કના કપડાને જોઈને ઘણા લોકો ચોંકતા હોય છે. તેઓ આવા કપડા 4 વર્ષથી પહેરી રહ્યાં છે. માર્કના સ્કર્ટ અને હીલ્સ પહેરવા પર ઘણા લોકો તેમને સમલૈંગિક માનતા હોય છે અને વિચિત્ર સવાલો પણ કરે છે. પરંતુ તેમના પરિવારમાં પત્ની અને 3 બાળકો છે. આ ઉપરાંત તેઓ ખુશહાલ જીવન જીવી રહ્યાં છે.

માર્કે જણાવ્યું કે, તેમના કપડા જોઈ લોકો જેન્ડર અંગે સવાલ કરે છે ત્યારે તેમને ઘણો ગુસ્સો આવે છે. તેમના મતે કોઈપણ પ્રકારના કપડા પહેરવા અંગે નિર્ણય લેવાનો અધિકાર જે-તે વ્યક્તિને હોય છે.

તેઓ આ સમસ્યા માટે કહે છે કે- સમાજમાં દરેક પ્રકારના કપડા માટે લોકોની માનસિકતા સેટ હોવાના કારણે વ્યક્તિને કપડાના આધારે ઓળખવામાં આવે છે. માર્ક આવી માનસિકતાને બદલવા માગે છે. તેઓ સાબિત કરવા માગે છે કે, કપડાનું કોઈ જેન્ડર નથી હોતું. તે પોતાની પસંદગી પ્રમાણે ગમે તેવા કપડા પહેરી શકે છે.

માર્કના આ નિર્ણય અંગે તેમનો પરિવાર પણ સાથ આપે છે. તેમનો એક દીકરો અને 2 દીકરી છે જેમને પિતાની સ્ટાઈલ ઘણી ગમે છે. આ ઉપરાંત તેની પત્નીને પણ માર્કની ડ્રેસિંગ સ્ટાઈલ સારી લાગે છે.

માર્કના આ નિર્ણય અંગે તેમનો પરિવાર પણ સાથ આપે છે. તેમનો એક દીકરો અને 2 દીકરી છે જેમને પિતાની સ્ટાઈલ ઘણી ગમે છે. આ ઉપરાંત તેની પત્નીને પણ માર્કની ડ્રેસિંગ સ્ટાઈલ સારી લાગે છે.

માર્ક પોતાના આવા અનોખા સ્ટાઈલિશ અવતારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. તેમનો આવો ડ્રેસિંગ સેન્સ ઈન્ટરનેટ પર ઘણો લોકપ્રિય પણ છે.

You cannot copy content of this page