Only Gujarat

FEATURED National

વિદ્યાર્થીને પ્રેમ કરવો ભારે પડ્યો આ શિક્ષકને, આજે થઈ ગઈ છે કંઈક આવી હાલત

પટનાઃ પહેલા પ્રેમનું નાટક કર્યું ત્યારબાદ 4 વર્ષ સુધી પ્રેમની જાળમાં ફસાવીને લિવ ઇનમાં રહ્યો અને 4 વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો. જ્યારે તે પ્રેગ્નન્ટ હતી તો છોડીને જતો રહ્યો. હવે પીડિતા ન્યાય માટે આમ તેમ ભટકી રહી છે. તેનો આઠ વર્ષનો દીકરો થઇ ગયો પરંતુ હજુ સુધી તેને ન્યાય નથી મળ્યો. જોકે, હજુ પીડિતાએ હાર નથી માની. બીજા લગ્ન કરનાર પ્રેમીને પાઠ ભણાવવા માટે તે આઠ માસના માસૂમને લઇને ભટકી રહી છે. આંખમાં આંસુ અને ખોળામાં માસૂમને લઇને ન્યાય માટે ભટકતી આ મહિલાને જોઇને સૌ કોઇને એક જ સવાલ થાય છે કે, આખરે હજું સુધી આરોપીને કેમ સજા નથી થઇ? પીડિતા ડાન્સ ટીચર છે.

સમગ્ર કહાણી કંઇક આવી છેઃ પીડિતા મહિલા દાનાપુરીની રહેનાર છે અને વ્યવસાયે ડાન્સ ટીચર છે. પીડિતાની મુલાકાત પાંચ વર્ષ પહેલા પટનાના રૂપસર વિજયનગર રહેનાર રવિકાન્ત સાથે થઇ હતી. તેઓ 4 વર્ષ સુધી લગ્ન વિના લિવ ઇન રિલેશનશિપમા રહ્યાં. જોકે, લિવ ઇનમાં 4 વર્ષ સુધી બધું જ બરાબર ચાલતું હતું. પરંતુ અચાનક પીડિતાને તેના પ્રેમી રવિકાન્તના લગ્ન નક્કી થયાના સમાચાર મળે છે. આ ઘટના બાદ પીડિતાએ તેના પર દબાણ કરતા રવિકાન્તે તેમની સાથે સંબંધ તોડી દેવાની ધમકી આપી. જો કે ત્યાં સુધીમાં તે પ્રેગ્નન્ટ થઇ ગઇ હતી.

મારઝૂડ કરીને ઘરમાંથી બહાર કાઢીઃ મહિલાએ તેના બોયફ્રેન્ડ રવિકાન્તે ખૂબ જ સમજાવવાની કોશિશ કરી પરંતુ તે ના માન્યો. આટલું જ નહીં યુવતીએ વધુ દબાણ કરતાં રવિકાન્ત તેના પરિવાર સાથે મળી ગયો અને યુવતી સાથે મારઝૂડ કરીને તેને ઘરમાંથી કાઢી મૂકી. આટલું જ નહી મારી નાખવાની પણ ધમકી આપી. આ ઘટના બાદ પીડિતાએ 22 માર્ચ 2019માં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આ સમયે પીડિતા ગર્ભવતી હતી અને ત્રીજો મહિનો ચાલતો હતો.

હજુ મળે છે ધમકીઃ પીડિતાએ પોલીસ ફરિયાદ કરી છે અને ગમે તેમ કરીને લગ્ન રોકવા માટે માંગણી કરી હતી પરંતુ અફસોસ યુવકને હજું સુધી કોઇ સજા નથી મળી અને યુવકના લગ્ન પણ થઇ ગયા. યુવતીનું બાળક આઠ માસનું થઇ ગયું પરંતુ હજુ પણ યુવતી ન્યાયની આશામાં માસૂમની સાથે સંઘર્ષ કરી રહી છે. યુવતી બાળકને પિતાનું નામ મળે માટે ન્યાય માટે લડાઇ લડી રહી છે. તો બીજી બાજુ પીડિતાને હજુ પણ યુવક અને તેના પરિવાર તરફથી ધમકીઓ મળી રહી છે.

 

નોંધઃ તમામ તસવીરો પ્રતિકાત્મક છે

You cannot copy content of this page