Only Gujarat

Bollywood FEATURED

ક્યારેક સલમાન સાથે મળી હતી જોવા પણ આજે છે ગુમનામીના અંધકારમાં, રામ જાણે ક્યા છે ને શું કરે છે?

મુંબઈઃ બોલિવૂડના ‘દબંગ’ એક્ટર સલમાન ખાન સાથે કામ કરવા માટે કઈ એક્ટ્રેસને નહીં ગમે. દરેક કલાકાર તેમની સાથે કામ કરવા માગે છે. ઘણા લોકોને સલમાને કામ આપી આખી કરિયરની દિશા જ બદલી નાખી અને રાતોરાત તેમના ભાગ્ય બદલાયાને તેમના કામમાં પણ ઘણો વધારો થયો. જોકે અમુક એવા કલાકાર પણ છે જેમણે સલમાન સાથે કામ તો કર્યું પરંતુ છતાં આજે ગુમનામ જીવન જીવે છે. અમે આજે એવી જ એક્ટ્રેસિસ વિશે જણાવી રહ્યાં છીએ જેમને લોકો ભૂલી ગયા છે.

પૂજા ડડવાલ
વર્ષ 1995માં રીલિઝ થનારી ફિલ્મ ‘વીરગતિ’માં પૂજાએ સલમાન ખાન સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત તે અન્ય 2-3 ફિલ્મ્સમાં પણ જોવા મળી હતી. જોકે તેમછતાં તેને બોલિવૂડમાં કંઈ ખાસ સ્થાન મળ્યું નહીં. જે પછી તેની આર્થિક સ્થિતિ ખરાબ હોવાની અને પોતાની સારવાર કરાવવા માટે પણ પૈસા ના હોવાની વાત સામે આવી હતી. જેની જાણ સલમાનને થતા તેણે મદદ કરી હતી. થોડા સમય અગાઉ જ્યારે પૂજાની તબિયત ફરી લથડી હતી ત્યારે તેણે ફરી સલમાનની મદદ માગી હતી.

રંભા
7 ભાષાઓમાં ફિલ્મ કરનારી એક્ટ્રેસ રંભાએ સલમાન ખાન સાથે પણ કામ કર્યું હતું. વર્ષ 1997માં આવેલી ફિલ્મ ‘જુડવાં’, 1998માં આવેલી ફિલ્મ ‘બંધન’માં બંનેની જોડી બની હતી. તામિલ, તેલુગુ, ભોજપુરી, હિન્દી, કન્નડ અને બંગાળી ફિલ્મ્સમાં કામ કર્યા બાદ રંભા ટીવી શોઝ તરફ આગળ વધી હતી. તે છેલ્લે 2017માં એક ટીવી રિયાલિટી શોમાં જોવા મળી હતી અને હાલ લાઈમલાઈટથી દૂર છે.

ચાંદની
સલમાન ખાનની પિલ્મ ‘સનમ બેવફા’થી ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ ચાંદનીનું વાસ્તવિક નામ નવોદિતા શર્મા છે. અમુક ફિલ્મ્સ કર્યા બાદ ચાંદનીએ બોલિવૂડથી અંતર કરી લીધું. તેની અંતિમ ફિલ્મ ‘હાહાકાર’ 1996માં રીલિઝ થઈ હતી. ચાંદનીએ લગ્ન કરી લીધા અને તે વિદેશ જતી રહી. એવું કહેવાય છે કે, તે ત્યાં ડાન્સ ક્લાસિસ ચલાવે છે.

રેનૂ આર્યા
ફિલ્મ ‘બીવી હો તો એસી’માં સલમાન સાથે રેનૂ આર્યા જોવા મળી હતી. આ ફિલ્મમાં ફારુખ શેખ અને રેખા લીડ રોલમાં હતા. સલમાને આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. 1-2 ફિલ્મ્સ બાદ રેનૂએ ફિલ્મ્સમાં કામ કરવાનું બંધ કરી દીધું. ચોંકાવનારી વાત એ છે કે આટલા વર્ષો પછી પણ રેનૂ અંગે કોઈ જ સમાચાર સામે આવ્યા નથી.

કંચન
‘સનમ બેવફા’માં સલમાન ખાન સાથે ચાંદની ઉપરાંત કંચન પણ જોવા મળી હતી. કંચને હિન્દી ઉપરાંત સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સમાં પણ કામ કર્યું. તે અક્ષય કુમારની ‘અમાનત’ અને ગોવિંદાની ‘કુલી નંબર-1’માં પણ જોવા મળી હતી. તે પછી તેણે ફિલ્મ્સમાં કામ કરવાનું બંધ કરી દીધું અને હવે તેના વિશે પણ કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

You cannot copy content of this page