Only Gujarat

FEATURED Sports

21 દિવસના દીકરાને કચવાતા મને ભારત મૂકીને હાર્દિક પંડ્યા IPL માટે આવ્યો દુબઈ ને હજી પણ નહીં રહી શકે જોડે

દુબઈઃ આઈપીએલ 2020ની 13મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ એવી ટીમ છે, જે ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ચૂકી છે. 8 નવેમ્બરે દિલ્હી કેપિટલ્સ અને હૈદરાબાદ સનરાઈઝર્સ વચ્ચેની મેચ બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે મુંબઈ ફાઈનલમાં કોની સામે ટકરાશે. આ દરમિયાન મુંબઈની ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા દીકરાને મિસ કરતા ઉદાસ થયો હતો. તેણે તાજેતરમાં જ દીકરાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી. જેમાં તે પોતાના દીકરા અગસ્ત્ય સાથે એન્જોય કરતા જોવા મળે છે. તેણે આ પોસ્ટ સાથે દીકરા માટે ભાવુક પોસ્ટ પણ શેર કરી હતી.

અગસ્ત્ય સાથેની ક્ષણોને આજીવન યાદ રાખીશઃ હાર્દિક
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આ સિઝનમાં પણ શાનદાર સિક્સર્સ ફટકારી પોતાના ફેન્સના દિલ જીતી લીધા હતા. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેણે પોતાના દીકરા સાથે વિતાવેલી યાદગાર ક્ષણોને યાદ કરતા એક વીડિયો શેર કર્યો છે.

બેબી પંડ્યા પિતાને હાઈવ-ફાઈવ આપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને શેર કરતા હાર્દિકે લખ્યું કે,‘અગસ્ત્યની સાથે રમવાનો સમય. તેને ઘણું મિસ કરી રહ્યો છું. હું આ દિવસને આજીવન યાદ રાખીશ.’

આ સાથે જ હાર્દિકે પોતાના દીકરા સાથેની એક તસવીર શેર કરી જેમાં તે પોતાના દીકરાને તેડીને ફરતો જોવા મળે છે. પિતા-પુત્રની આ જોડી તેમની વચ્ચેના બોન્ડિંગને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, 30 જુલાઈના રોજ હાર્દિકના દીકરાનો જન્મ થયો હતો. પરંતુ હાર્દિક પોતાના દીકરાની સાથે માત્ર 21 દિવસ જ રહી શક્યો હતો અને તે પછીથી આઈપીએલ માટે દુબઈમાં છે.

આઈપીએલ બાદ પણ દીકરાને નહીં મળી શકે હાર્દિક
આઈપીએલ 2020ની ફાઈનલ મેચ 10 નવેમ્બરે રમાશે. તે પછી ટીમના ઘણા ખેલાડી ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે દુબઈથી જ સીધા ઓસ્ટ્રેલિયા જશે. આ જ કારણે હાર્દિકે પોતાના દીકરાને મળવા હજુ રાહ જોવી પડી શકે છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા વન-ડે અને ટી-20 સીરિઝ બાદ ટેસ્ટ સીરિઝ પણ રમશે. જોકે હાર્દિક પંડ્યાની પસંદગી માત્ર વન-ડે અને ટી-20 ટીમમાં કરવામા આવી છે. તે ટેસ્ટ ટીમમાં સામેલ નથી.

You cannot copy content of this page