Only Gujarat

FEATURED National

મુંબઈમાં રંગીન પાર્ટી માણતાં ખ્યાતનામ સેલિબ્રિટીઝ ઝડપાઈ, સિંગર બાદશાહ રફુચક્કર થઈ ગયો?

મુંબઈ: સોમવારે રાત્રે અઢી વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટની નજીક ડ્રેગન ફ્લાય ક્લબમાં પોલીસે રેડ પાડી હતી. જેમાં ક્રિકેટર સુરેશ રૈના સહિત 27 સેલિબ્રિટીઝ અને 8 સ્ટાફ સામે IPC કલમ-188, 269 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્લબમાં અનેક સેલિબ્રિટીઝ જોવા મળી હતી.

મીડિયા સુત્રો પ્રમાણે, જેડબ્લ્યુ મેરીયોટ ખાતેની ડ્રેગન ફ્લાય ક્લબ પર ડીસીપી જૈન, પીઆઈ યાદવ સહિટની પોલીસની ટીમે મોડીરાતે રેડ પાડી હતી. રાજ્યમાં હજી પણ લોકડાઉનના નિયમો ચાલુ છે. આ નિયમો અંતર્ગત રાત્રે 11 વાગ્યા બાદ કોઈપણ પ્રકારની પાર્ટી અથવા જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પાર્ટીમાં દિલ્હીના 19 લોકો હતા. અન્ય લોકો પંજાબ અને દક્ષિણ મુંબઈના હતા. તેમાંના મોટાભાગના લોકોએ દારૂ પીધો હોવાનું સામે આવ્યું છે.

સુત્રો પ્રમાણે, રેડ દરમિયાન ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા, રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન ત્યાં હાજર હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, એક મોટો ગાયક પણ દરોડા દરમિયાન પાછળના ગેટ પરથી ફરાર થઈ ગયો હતો. આમાં બાદશાહનું નામ પણ સામે આવી રહ્યું છે.

પોલીસે 34 લોકોની અટકાયત કરી છે. પોલીસ સુત્રો પ્રમાણે, આ પાર્ટીમાં 19 લોકો દિલ્હી અને પંજાબથી આવ્યા હતાં. પાર્ટીમાં દિલ્હી, પંજાબ સિવાય સાઉથ મુંબઈના લોકો સામેલ હતાં. પોલીસે કુલ 27 કસ્ટમર અને 7 કર્મચારીઓની વિરુદ્ધ આઈપીસી કલમ 188 અને 269ની સાથે મહામારી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે.

પોલીસેનું કહેવું છે કે, ક્રિકેટર સુરેશ રૈના પર પણ પોલીસે કલમ 188 કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. જોકે અટકાયત કરવામાં આવેલા લોકોને નોટિસ આપીને છોડી મુકવામાં આવ્યા છે. જ્યારે મુંબઈમાં બહારથી આવેલા લોકો સવારે દિલ્હીથી સાત વાગે રવાના થયા હતાં.

You cannot copy content of this page