Only Gujarat

FEATURED Gujarat

મોડાસા: હાઈવે પર ટ્રકની ટક્કરે સગર્ભા યુવતીનું ઘટનાસ્થળે મોત, અકસ્માત જોઈ લોકોના રૂવાટાં થઈ ગયા ઉભા

અરવલ્લી જિલ્લામાં વધુ એક અકસ્માત સર્જાયો હતો જેના સીસીટીવી સામે આવ્યા હતાં. સોમવારે સવારે મોડાસા-માલપુર રોડ ઉપર આવેલ સહયોગ ચોકડી પાસે ટ્રકની ટક્કરે સગર્ભા યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતાં જે જોઈને ભલભલાને કંપારી છુટી જાય એવા છે.

મોડાસાની સહયોગ ચોકડી પર એક એક્ટિવા ચાલક અને તેની પત્ની સવાર થઈને જઈ રહ્યાં હતા ત્યારે અચાનક આવી ચઢેલા ટ્રક ચાલકનું ધ્યાન ન રહેતાં એક્ટિવ ચાલક દંપત્તિ ટ્રકની નીચે ઢસડાયા હતાં જેમાં એક્ટિવા પર સવાર પતિ અને પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે સગર્ભા યુવતીને ગંભીર ઈજા થઈ હોવાને કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે પતિને વધારે ઈજા થતાં તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

અકસ્માત થતાં હાઈવે પર લોકોનાં ટોળાં વળ્યાં હતાં અને સ્થાનિક લોકોની મદદથી અકસ્માતમાં ભોગ બનેલા દંપત્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું હતું.બાલાસિનોર રહેતા કૃપાબેન ભાવસાર અને તેમના પતિ પાર્થ ભાવસાર મોડાસા આવ્યા હતાં ત્યાર બાદ બજારમાં ખરીદી કરીને ઘરે પરત ફરતાં હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો તેવું જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતાં જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

અકસ્માત દરમિયાન દરમિયાન ગંભીર ઈજાઓને કારણે સગર્ભા યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મહત્વની વાત એ છે કે, સગર્ભા યુવતીના પિતાનો બર્થ-ડે હોવાથી પુત્રી મોડાસા આવી હતી તેવું જાણવા મળ્યું હતું.

બાલાસિનોરથી કૃપા અને પતિ પાર્થ મોડાસા રહેતા તેના પિતા સુમનભાઈનો બર્થ-ડે હોવાથી દંપત્તિ બર્થ-ડે વિશ કરવા રવિવારે મોડાસા આવ્યું હતું. સોમવારે બર્થ-ડેના દિવસે પિતાને બર્થ-ડેની ઉજવણી માટે હોટલમાંથી ફૂડ લઈ એક્ટિવા પર પરત ફરતા હતાં તે સમયે સહયોગ ચોકડી પાસે પતિ અને પત્નીને ટ્રકની નીચે આવી જતાં કચ્ચરઘાણ નીકળી ગયો હતો ત્યાર બાદ સગર્ભા યુવતીનું મોત નિપજ્યું હતું.

You cannot copy content of this page