Only Gujarat

National

કોરોનાકાળમાં ત્રણ મિત્રોએ નોકરી છોડીને શરૂ કર્યો આધુનિક ખેતીનો વ્યવસાય

વારાણસીઃ કોરોનાકાળમાં એક તરફ જ્યારે યુવાનો પોતાના ભાવિ અને નોકરીમાંથી છુટા થવાના ભય સાથે જીવી રહ્યાં છે. ત્યારે ઉત્તર પ્રદેશના વારાણસી જીલ્લાના 3 શિક્ષિત યુવાનો કોરોનાકાળમાં નોકરી છોડીને ચર્ચામાં છે. આ ત્રણેય યુવાનો આધુનિક ખેતી થકી પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં લાગેલા છે.

વારાણસીના ચિરઈગામ બ્લોકના ચોબેપુરમાં આવતા નારાયણપુરમાં હાલ 3 મિત્રો ખાસ કારણે ચર્ચામાં છે. કારણ કે તેઓ ગામવાસીઓને આધુનિક ખેતી અંગે શીખવાડી રહ્યાં છે. ગામમાં પોતાના મકાન બહાર જ બનાવેલા નાના તળવોમાં શિક્ષિત ખેડૂત એવા શ્વેતાંક, રોહિત અને અમિત મોતીની ખેતી કરી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ મધુમાખી ઉછેર અને બકરીઓ પણ પાળવાનું કામ કરી રહ્યાં છે.

યુવા ખેડૂતોમાંથી એક એવા શ્વેતાંકે જણાવ્યું કે,‘આ બીજા પ્રકારની ખેતી છે અને તે પરંપરાગત ખેતીથી અલગ મોતીની ખેતી છે. એક ખેતી વિશેષજ્ઞની મદદથી અમે આ ખેતી કરી રહ્યાં છીએ.

એમએ-બીએડ હોવા છતાં મારો રસ મોતીની ખેતીમાં જ હતો. તેથી આ અંગે ઈન્ટરનેટ પરથી માહિતી મેળવી અને એક સ્થળેથી ટ્રેનિંગ પણ મેળવી. લોકો રોજ અમારી સાથે જોડાઈ રહ્યાં છે. સીપમાંથી મોતી નીકાળવાના કામમાં ત્રણ ગણો નફો પણ મળે છે.’

મધુમાખીનો ઉછેર કરતા મોહિત આનંદ પાઠકે જણાવ્યું કે,બીએચયુથી બીએ કર્યા બાદ પરંપરાગત ખેતીના બદલે નવા કઈંક નવું કરવાની ઈચ્છામાં દિલ્હી ગાંધી દર્શનથી ટ્રેનિંગ બાદ મધુમાખી ઉછેરની શરૂઆત કરી. જે પછી વારાણસીમાં પોતાનું કામ શરૂ કર્યા બાદ વારાણસી બહારના ખેડૂતોની પણ મદદ કરી. તેઓ પોતે પણ બીજાને ટ્રેનિંગ આપી રહ્યાં છે. હવે તેમની પાસેથી મધ વેચતી કંપનીઓ અને ઔષધ કેન્દ્રો મધ લઈ જાય છે.

આ ત્રણ મિત્રોમાંથી જ એક રોહિત આનંદ પાઠક એક છે, જે એક ખેતી સંબંધિત સમિતિના પ્રતિનિધિ તરીકે જોડાયા હતા. જે પછી પોતે અને બીજા બે મિત્રો સાથે નવી શરૂઆત કરી છે. કોરોનાકાળમાં તે એક મોટી કંપનીના રિજનલ હેડની નોકરી છોડી પોતાના ગામમાં પરત આવી ગયા. આ પ્રકારે ત્રણેય મિત્રો ખેતી સાથે જોડાયા અને પોતાની જેમ 200 લોકોને આ વર્ષમાં ખેતી સંબંધિત કાર્યો સાથે જોડવાનો ટાર્ગેટ રાખી આગળ વધી રહ્યાં છે.

તેઓ કહે છે કે, કોરોના મહામારીએ ઘણા પાઠ શીખવ્યા છે અને આવનારા દિવસોમાં જે રીતે સ્થિતિઓ બદલાશે તે જોતા તેઓ પોતે આત્મનિર્ભર બનવાની સાથે પોતાને એક નવા વાતાવરણમાં ઢાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

ત્રણેય મિત્રોના આ અભિયાનથી ખુશ થઈ યુપી સરકારના કેબિનેટ મંત્રી અને વિસ્તારના ધારાસભ્ય અનિલ રાજભર પણ તેમના કાર્યની પ્રશંસા કરવા તેમના ગામ પહોંચ્યા હતા. આ ઉપરાંત તેમણે ત્રણેયના કામ સંબંધિત વિસ્તૃત માહિતી પણ મેળવી હતી. તેમણે યુવાઓના ખેતી તરફ વળવાની સાથે બીજાને પણ આત્મનિર્ભર કરવાના કાર્યની પ્રશંસા કરી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page