Only Gujarat

FEATURED National

આ શાતિર મહિલાઓ NRIના બંગલાઓ પર આ રીતે જમાવતી કબજો, બધાની વચ્ચે કપડાં ઉતારીને કરતી…

ચંદીગઢ: કિંમતી હવેલીઓ પણ દાનત બગાડનાર ગેંગનું નાટક આખરે કામ ન આવ્યું. વિદેશમાં રહેતા NRIના કિંમતી મકાનને હડપ્પ કરી જવા માટે એક શાતિર ગેંગે પ્લાન તો ઘડી કાઢ્યો પરંતુ તેમની ચાલબાજી કંઇ કામ ના આવી. વિદેશમા રહેતા NRIની મિલકતને પચાવી પાડવા માટે બ્લેકમેઇલિંગનું નાટક રચ્યું પરંતુ તેમની ચાલબાજી કારગર ન નિવડી અને પોલીસે શખ્શોગને ઝડપી પાડ્યાં, જેમાં ત્રણ મહિલા પણ સામેલ છે. આ મહિલા મકાન માલીક કે પછી તેમના કેયરકેટર સામે કપડા ઉતારીને ઉભી રહી જતી હતી અને બીજી મહિલા તેનો વીડિયો બનાવી લેતી હતી ત્યારબાદ તે બ્લેકમેલિંગ કરવાનું શરી કરી દેતી હતી. જોકે અમેરિકામાં રહેતા એક સરદારજી પાસે તેમનું આ નાટક વધુ સમય ન ચાલ્યું.


આ રીતે થયો પર્દાફાશઃ પોલીસના જણાવ્યાં મુજબ અમેરિકામાં રહેતા હરભજન સિંહનું ચંદીગઢ સેક્ટર-40માં 717 નંબરનું મકાન છે. હરભજન સિંહના ભત્રીજાએ પોલીસ ફરિયાદ કરી હતી કે, કેટલાક અસામાજિક તત્વો આ મકાન પર કબ્જો કરવા માંગે છે. ફરિયાદ બાદ ચંદીગઢ સેક્ટર -39ની પોલીસે રંગે હાથે ગેંગને ઝડપી પાડી. આ ગેંગમાં 45 વર્ષીય મહિલા નિરજા મલ્હોત્રા, પંજાબના ભામિયાન ગામની રહેવાસી દિલપ્રિત, વિકાસ જોષી અને કુંતી સામેલ છે. તમામ આરોપીને કોર્ટે જેલ ભેગા કર્યાં છે.

હરભજન સિંહનો આખો પરિવાર અમેરિકામાં રહે છે. તેમની ભત્રીજો અમનજ્યોત સિંધુ લુધિયાનામાં રહે છે. તેમણે પોલીસને જણાવ્યું કે, તેમના ફુઆ તેમનું મકાન 11 મહિના માટે સપ્ટેમ્બર 2019માં જયેશ પંચાલ નામની વ્યક્તિને ભાડે આપ્યું હતું. થોડા દિવસ પહેલા ભાડુઆત જયેશે મકાન ખાલી કરવા માટે હરભજન સિંહને મેલ કર્યો હતો.

અમનજોતે જણાવ્યું કે, લોકડાઉનના કારણે આ મકાનનું ઇલેક્ટ્રીકસિટી અને પાણીનું બિલ ભરવાનું બાકી હતું. આ બિલ ભરવા માટે તે ચંદીગઢ આવ્યો હતો. જ્યારે તે મકાને પહોંચ્યો તો ત્યાં બે મહિલા હતી. આ મહિલાઓએ તેમને જોઇને કપડા ઉતારી દીધા અને બૂમો પાડવા લાગી. બીજી બાજુ કુંતી નામની મહિલા આવી અને વીડિયો બનાવવા લાગી. મહિલા મકાન પર કબ્જો કરવાની વાત કરતી હતી. અમનજોતે આ બધું જ જોતા પોલીસને કોલ કર્યો. પોલીસે આરોપી ગેંગને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ગેંગે પંચકૂલામાં પણ NRIના મકાનમાં ઘૂસીને આવી હરકતો કરીને મકાન પર કબ્જો કરવા કોશિશ કરી હતી.

You cannot copy content of this page