Only Gujarat

FEATURED National

પરિવારની વિરુદ્ધ જઈને ધારાસભ્યે કર્યાં હતાં લગ્ન, પત્નીનું શંકાસ્પદ હાલતમાં થયું મોત, પિતા છે જેલમાં

લખનઉઃ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના નૌતનવાંના અપક્ષ ધારાસભ્ય અમનમણિ ત્રિપાઠી કોઇને કોઇ મુદ્દાને લઇને હંમેશા વિવાદમાં અને ચર્ચામાં રહે છે. અમનમણિએ 2013 જુલાઇમાં પરિવારની મરજી વિરૂદ્ધ જઇને લવમેરેજ કર્યો હતા. જોકે, આ પ્રેમવિવાહનો અંત સારો ન આવ્યો. મંગળવારે (30 જૂન) તે ફરી વરરાજો બન્યો હતો. તેણે દિલ્લીની વકીલ આશિન સાથે લગ્ન કર્યાં છે.

સાત વર્ષ પહેલા ગોરખપુરમાં રહેતી પૂર્વ મંત્રી અમરમણિ ત્રિપાઠીના દીકરા અમનમણિની સારા સિંહ સાથે પહેલી મુલાકાત લખનઉમાં થઇ હતી. એક બે મુલાકાત બાદ અમનમણિએ સારાસિંહ સામે પ્રેમનો એકરાર કરી દીધો. તેમના પિતા અમરમણિને જ્યારે આ વાતની જાણ થઇ તો તેમણે અમનમણિને સારા સિંહને મળવાની મનાઇ ફરમાવી દીધી. આ જ હાલ સારાનો પણ હતો. તેનો પરિવાર પણ આ સંબંધથી નાખુશ હતો. ત્યારબાદ પરિવારની મરજી વિરૂદ્ધ જઈને અમનમણિ અને સારા સિંહે લખનઉના અલીગંજના આર્યસમાજમાં લગ્ન કરી લીધા.

વર્ષ 2015માં 9 જુલાઇએ સારા સિંહનું શંકાસ્પદ રીતે મોત થઇ ગયું. આ ઘટના દરમિયાન અમનમણિ તેમની કારથી તેમને લઇને લખનઉથી દિલ્લી જતાં હતા. આ ઘટનાની તપાસ હજું પણ સીબીઆઇ કરી રહી છે. અમનમણિના પિતા પૂર્વ મંત્રી અમરમણિ ત્રિપાઠી અને માતા મધુમણિ 2003થી કવિયત્રી મધુમિતા શુક્લાના હત્યા કેસમાં દોષી સાબિત થતાં જેલમાં સજા ભોગવી રહ્યાં છે.

અમન ત્રિપાઠીએ મંગળવાર, 30 જૂનના રોજ રોયલ આર્ચિડ પેલેસામં મધ્યપ્રદેશની આશિન પાંડેય સાથે બીજા લગ્ન કર્યાં. આશિન દિલ્લીમાં વકીલાત કરે છે. અમનમણિના આ બીજા લગ્ન છે. આશિનની અમનમણિ સાથે દિલ્લીમાં મુલાકાત થઇ હતી. તે મધ્યપ્રદેશની રહેવાસી છે. તેમના પિતા સરકારી કર્મચારી છે.

અમનમણિના લગ્ન બહેન તનુશ્રી અને અલંકૃતાની હાજરીમાં નક્કી થયા. પ્રશાસનની મંજૂરી બાદ અમનમણિની જાન બપોરના સમયે નીકળી હતી. મોડી રાત્રે આર્ચિડ પેલેસમાં લગ્ન યોજાયા કોરોના કાળના કારણે લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મહેમાન જ હાજર રહ્યાં હતા.

માતા-પિતાની ગેરહાજરીમાં થયા લગ્નઃ માતા પિતા કવયત્રિ મધુમિતા શુક્લાના હત્યાના કેસમાં આજીવન જેલવાસ ભોગવી રહ્યાં હોવાથી બંનેની ગેરહાજરીમાં જ લગ્ન થયાં. માતા પિતા હાજર ન હોવાથી લગ્નની તમામ વિધિ કાકા અજિતમણિ ત્રિપાઠી અને કાકી મધુબાલા ત્રિપાઠીના હસ્તે જ સપંન્ન કરાઇ. લોકોડાઉનના કારણે ખૂબ જ સાદાઇ લગ્ન સંપન્ન થયા.

You cannot copy content of this page