Only Gujarat

National TOP STORIES

ATMમાં પૈસા ઉપાડવા જાવ છો? કોરોનાનો બની શકો છો ભોગ, પહેલાં વાંચી લો કેવી રીતે કરવો ઉપયોગ?

નવી દિલ્હીઃ હાલ સમગ્ર દુનિયા કોરોના વાયરસની સામે ઝઝુમી રહી છે. હાલ તેની વેક્સીન કે કોઇ ચોક્કસ દવા નથી. તો કોરોનાથી બચવાનો માત્ર એક જ ઉપાય છે સાવધાની. કોરોના વાયરસ કેવી રીતે, ક્યાંથી અને કેમ લાગી જાય તે કોઇ નથી જાણી શકતું. કોરોના કેસની કેટલીક હિસ્ટ્રી એવી પણ છે કે, ATM પૈસા કાઢવા જતા વાયરસ લાગી ગયો હોય. આ સ્થિતિમાં ATMનો ઉપયોગ કરતી વખતે ખૂબ સાવધાન રહેવું જરૂરી છે. ભારતના સૌથી મોટા બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે કોરોનાને લઇને એક ગાઇડ લાઇન આપી છે. બેન્કે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તમારા લેણદેણના વ્યવહારને સુરક્ષિત રાખો અને આપ પણ સુરક્ષિત રહો. આ સુરક્ષા ટિપ્સને જાણીને તેને અનુસરો અને કોરોના વાયરસને ફેલાતો અટકાવો.

શું છે સુરક્ષા ટિપ્સ?1. ઘરથી બહાર જાવ ત્યારે સાથે સેનેટાઇઝરની બોટલ અવશ્ય રાખો. જો આપે કોઇ પણ વસ્તુને સ્પર્શ કર્યો હોય તો સૌથી પહેલા હાથ સેનેટાઇઝરથી સાફ કરો. 2.ATM રૂમમાં કોઇ પહેલાથી હોય તો પ્રવેશ ન કરો. જ્યાં સુધી એક વ્યક્તિ પૈસા લઇને બહાર ન આવી જાય ત્યાં સુધી બહાર ઉભીને જ તેમની રાહ જુઓ.

3. આપની સાથે વેટ વાઇપ્સ અથવા ટીસ્યૂને સાથે રાખો. ATM લાઈનમાં ઉભા હોઇએ ત્યારે નાક, આંખ અને ચહેરાના સ્પર્શ કરવાનું ટાળવું. સાામાજિક અંતર જાળવીને જ લાઇનમાં ઉભું રહવું.4. ATM ચેમ્બરમાં કોઇપણ વસ્તુને સ્પર્શ ના કરો. જો ભૂલથી કોઇ વસ્તુનો સ્પર્શ થઇ ગયો તો તરત સેનેટાઇઝર અથવા વેટ વાઇપ્સથી હાથને સાફ કરો. કારણ કે વાયરસ વસ્તુની સપાટી પર હોઇ શકે છે.

5.ATMની લાઇનમાં ઉભા રહેતા સમયે કોઇ પરિચિત મળી જાય તો હાથ મિલાવવાના બદલે દૂરથી હાથ જોડીને નમસ્કાર કરો.6. જો આપને શરદી.,ઉધરસ જેવા લક્ષણો જણાય તો બહાર જવાનું બંધ કરી દો. ATM લાઇનમાં ઉભા હોવ અને તે સમયે ઉધરસ કે છીંક અચાનક આવે તો મોંને રૂમાલ અથવા ટીસ્યૂ વડે કવર કરો.

7. ઉપયોગ કરેલા માસ્ક અને ટીસ્યૂને ATMના ડસ્ટબીનમાં ક્યારેય ન ફેંકો. આવું કરવાથી અન્યને સંક્રમણ લાગી શકે છે. ટીસ્યૂ અને માસ્ક ઘરની બંધ ડસ્ટબીનમાં જ નાખવાનો આગ્રહ રાખો.8. આ સમયે ડિજિટલ પેમેન્ટ જ વધુ સુરક્ષિત છે. બધા જ પેમેન્ટ અને ટ્રાન્જેકેશન ઓનલાઇન કરવાનો જ આગ્રહ રાખો. રોકડ વ્યવહાર શક્ય હોય ત્યાં સુધી ટાળવાનો આગ્રહ રાખો.

You cannot copy content of this page