Only Gujarat

National

પાકિસ્તાની દુલ્હન અઢી વર્ષ બાદ પહેલી જ વાર ભારત આવી, સાસરીયાની આંખો થઈ ભીની

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રહેવાસી વિક્રમસિંહના લગ્ન જાન્યુઆરી 2019માં પાકિસ્તાનના અમરકોટમાં થયા હતા. પણ દુલ્હનના લગ્ન પછી એકવાર પણ તેની સાસરી ભારતમાં આવી શકી નહોતી. લગભગ અઢી વર્ષ પછી આજે જ્યારે દુલ્હન ભારત આવી તો તે બાડમેર પહોંચતાં પરિજનોની ખુશીનું ઠેકાણું રહ્યું નહોતું.


દુલ્હન જ્યારે પોતાની સાસરીમાં આવી તો વિક્રમ સિંહ અને તેમના પરિવારની ખુશીનું કોઈ ઠેકાણું રહ્યું નહોતું. ભારત આવ્યા પછી વિક્રમ અને તેની દુલ્હનનું જબરદસ્ત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. વિક્રમ સિંહે કહ્યું કે, ‘હું અને મારો પરિવાર આ ક્ષણની રાહ ક્યારથી જોતાં હતાં. અંતે આજે તે ક્ષણ આવી જ ગઈ.’


એવું માનવામાં આવે છે કે, સિંધ અને હિન્દની રોટી અને બેટીનો સંબંધ છે. હિન્દુસ્તાનના ઘણાં છોકરાઓના લગ્ન પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થાય છે. આ રીતે જેસલમેર જિલ્લાના રહેવાસી વિક્રમસિંહના લગ્ન જાન્યુઆરી 2019માં પાકિસ્તાનના અમરકોટમાં જિલ્લામાં થયા હતાં. આ પછી દુલ્હનને લાવવાની વિક્રમ તૈયારી કરી રહ્યો હતો. પણ અચાનક જ બાલાકોટ સ્ટ્રાઇક થવાને લીધે બંને દેશના સંબંધો બગડી ગયા હતાં. જેને લીધે થાર એક્સપ્રેસ બંધ થઈ ગઈ હતી.


વિક્રમસિંહ મુજબ, જાન્યુઆરી 2019માં થાર એક્સપ્રેસ દ્વારા પોતાની જાન પાકિસ્તાનના સિંધ પ્રાંતના અમરકોટ લઈને ગયા અને ત્યાં તેમના લગ્ન થઈ ગયા હતાં. 3 મહિના સુધી દુલ્હનને લાવવાની રાહ જોતાં હતાં. પણ સફળતા ના મળી તો પાછા આવી ગયા હતાં. આ પછીથી તે પાકિસ્તાનથી પોતાની દુલ્હનને લાવવા માટે સરકારને આજીજી કરતાં હતાં.


વિક્રમે જણાવ્યું કે, ‘અંતમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીની મદદથી એક આશા જાગી હતી. આ દરમિયાન પાકિસ્તાનમાં મારા પુત્રનો જન્મ થયો હતો. જે માર્ચ 2021માં તેના નાના-નાની સાથે ભારત આવ્યો છે.


મારી પત્નીનો પાસપોર્ટ બ્લેક લિસ્ટેડ કરી દેવામાં આવ્યો હતો. જેને લીધે મારી પત્ની હિન્દુસ્તાન આવી શકી નહીં. આ પછીથી તેમનો સતત પ્રયત્ન કરતાં હતા અને અંતમાં તેમનો પ્રયત્ન સફળ થયો. લગ્ન પછી પહેલીવાર મારી પત્ની હિન્દુસ્તાન પોતાની સાસરીમાં આવી છે જેની ખૂબ જ ખુશી છે.


ભાજપના જિલ્લા મહામંત્રી સ્વરૂપસિંહ ખારા મુજબ, વિક્રમસિંહની દુલ્હન માટે અમે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો છે. અંતમાં અમારા સાંસદ કૈલાશ ચૌધરીની મહેનત રંગ લાવી અને આજે જે ક્ષણની આતુરતાથી રાહ જોતાં હતાં તે ક્ષણ આવી ગઈ છે. આજે અમે વિક્રમસિંહ અને તેમની દુલ્હનનું રાજસ્થાનમાં સ્વાગત કર્યું છે.


આજે પણ ઘણાં એવા પરિવાર છે જેના લોકો હિન્દુસ્તાન અને પાકિસ્તાનમાં ફસાયેલાં છે કેમ કે, થાર એક્સપ્રેસ બંધ થઈ ગઈ છે. એવામાં બીજો કોઈ આવવા-જવાનો રસ્તો છે નહીં. આવા પરિવારની માંગ છે કે, જલદી સરકાર થાર એક્સપ્રેસને શરૂ કરે જેનાથી છૂટા પડેલાં લોકો ફરી મળી શકે.

You cannot copy content of this page