Only Gujarat

National

લક્ષણો દેખાય તેના કેટલાં દિવસ પહેલાં પોઝિટિવ દર્દી ફેલાવી શકે છે કોરોના વાઇરસ?

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ચેપની સંખ્યા ઝડપથી વધી રહી છે. ત્યારે, નવી દિલ્હીના એઇમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ ઈન્ડિયા ટુડે ઇ-કોન્કલેવ પર કોરોના સંબંધિત ખૂબ જ વિશેષ માહિતી આપી હતી. તેમણે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જેવી કે આઈસોલેશન પિરિયડ અને પીડિતોના લક્ષણો ન દેખાવા વિશે ચર્ચા કરી.

આજતક સાથેની વાતચીતમાં ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓમાં, લક્ષણો ખૂબ મોડા જોવા મળે છે. દર્દી તેના લક્ષણો વિશે જાણ થાય તેના એક-બે દિવસ પહેલાં પણ બીજા વ્યક્તિને ચેપ લગાવી શકે છે. તેથી, આ રોગ વધુ ગંભીર છે. અત્યાર સુધીમાં ચેપ લાગેલ લોકોમાં 15-20 ટકા લોકો આ રોગના સંપર્કમાં આવ્યા છે.

આરોગ્ય નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે દર્દી ઓછામાં ઓછા 7 દિવસ અને મહત્તમ 14 દિવસના આઈસોલેશન પીરિયડમાં રોગી સ્વસ્થ થઈ જાય છે. જ્યારે ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે દર્દીને 30 થી 37 દિવસ આઈસોલેશનમાં રાખ્યા પછી પણ આવા ઘણા કેસો નોંધાયા છે, જેમાં દર્દીને સોજો અને શરદી જેવી સમસ્યા થઈ રહી છે. જો કે, આવા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

જો કે, આઈસોલેશનમાં રહ્યા પછી, આવી સમસ્યાઓ સામે આવવાનો મતલબ એવો જરાય નથી કે, સંબંધિત વ્યક્તિ હજી પણ કોરોના પોઝીટીવ છે.

 

You cannot copy content of this page