Only Gujarat

International

આ દવાથી કોરોનાની થઈ શકે સારવાર, દવાના સેવન બાદ દર્દીઓને ઘટ્યો તાવ

ન્યુયોર્ક: કોરોના વાયરસ માટેની ચોક્કસ દવા શોધવા માટે વૈજ્ઞાનિકો અને ડોકટરો સખત મહેનત કરી રહ્યા છે. હાઇડ્રોક્સિક્લોરોક્વિન પછી, બીજી દવા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. શિકાગો મેડિસિન યુનિવર્સિટીના સંશોધનકારો કહે છેકે, COVID-19નાં 125 દર્દીઓને રેમડેસિવીર દવા આપ્યા બાદ તેમના આરોગ્યમાં ઝડપથી સુધારો જોવા મળ્યો છે. દવાની શરૂઆતમાં જ સફળતા જોતા, તેની માંગ પણ વધી છે.

ઇબેલાની સારવારમાં ડ્રગ રેમડેસિવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકાની બાયોટેક્નોલોજી કંપની Gilead Sciencesની તરફથી રેમડેસિવીર દવાનું ક્લિનીકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. અને તેને પ્રાયોગિક દવા તરીકે ઉપયોગ કરાઈ રહ્યો છે.

કોરોનો વાયરસની પ્રામાણિક દવા હજી બનાવવામાં આવી નથી. વિશ્વવ્યાપી, આ રોગચાળાથી બિમાર અને મરનારાઓની સંખ્યા વધી રહી છે. આ કિસ્સામાં, COVID-19 ચેપની સારવારમાં રેમડેસિવિર ખૂબ અસરકારક માનવામાં આવે છે. યુ.એસ. હેલ્થ ન્યૂઝ વેબસાઇટ સ્ટેટના રિપોર્ટ દ્વારા જણાવાયેલાં નિષ્કર્ષ આશાજનક છે, પરંતુ આ ક્લિનિકલ ટ્રાયલ ડેટા પર આધારિત નથી.

સ્ટેટ મુજબ, શિકાગો યુનિવર્સિટીમાં COVID-19ની સારવાર કરાઈ રહેલાં 125 દર્દીઓને બે તબક્કામાં 3 ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લીધો હતો. આ પરીક્ષણનું આયોજનમ Gilead દ્વારા કરવામાં આવ્યુ હતુ. તેમાંથી 113 દર્દીઓમાં કોરોનાનાં ગંભીર લક્ષણો હતા. Statનું કહેવું છેકે, આ પરીક્ષણનું વીડિયો રેકોર્ડિંગ તેમની પાસે છે. આ વીડિયોમાં શિકાગો વિશ્વવિદ્યાલયનાં સદસ્ય અંદરોઅંદર ચર્ચા કરતાં દેખાઈ રહ્યા છે. જેમાં એક ફિઝીશિયનનું કહેવું છેકે, રેમડિસિવિર દવા લીધા બાદ અમુક લોકોને તાવ ઘટ્યો અને અમુક લોકોનું વેન્ટિલેટર હટાવી દેવામાં આવ્યુ હતુ.

કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા 2400 લોકો પર રેમડેસિવીરનું એક પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે જ્યારે બીજી તપાસ કોરોનાના હળવા લક્ષણો ધરાવતા 1600 દર્દીઓ પર કરવામાં આવી રહી છે. આ બંને પરીક્ષણો વિશ્વભરના ઘણા સ્થળોએ કરવામાં આવી રહ્યા છે. ClinicalTrials.gov અનુસાર, આ બંને ટ્રાયલ્સ માર્ચમાં શરૂ થયા હતા અને મે સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

You cannot copy content of this page