Only Gujarat

FEATURED International

ઉત્તર કોરિયાના PM કિમ જોંગ ઉન પહેલી જ વાર જાહેરમાં રડી પડ્યાં ને દેશવાસીઓની માગી માફી

પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને પ્રથમવાર પોતાની નિષ્ફળતા મામલે દેશવાસીઓની માફી માગી છે.‘ધ ગાર્જીયન’ અખબારની રિપોર્ટ અનુસાર, કિમ જોન્ગ ઉને કોરોના મહામારીની મુશ્કેલ પરિસ્થિતિઓમાં નિષ્ફળ રહેવા બદલ માફી માગી છે. કિમ જોન્ગ ઉન દેશવાસીઓ સમક્ષ માફી માગતા સમયે ભાવુક થયા અને રડવા લાગ્યા હતા.

કિમ જોંગ ઉન પોતાના પક્ષની 75મા સ્થાપ્ના દિવસ પર લોકોને સંબોધી રહ્યાં હતા. આ સમયે તેમણે કહ્યું કે, તેઓ લોકોની આશાઓ અનુસાર પ્રદર્શન કરી શક્યા નથી અને આ મુદ્દે તે લોકોની માફી માગે છે. જે પછી તેમણે પોતાના ચશ્મા કાઢ્યા અને આંસુ લૂછ્યા હતા.

તેમણે પોતાના પૂર્વજો અને વારસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘કિમ-2 સંગ અને કિમ જોગ ઈલના મહાન હેતુને પૂર્ણ કરવાની જવાબદારી મને સોંપવામા આવી છે. પરંતુ મારા પ્રયાસો અને ગંભીરતા લોકોના જીવનની મુશ્કેલીઓ ઘટાડી શકી નથી. મને તેનો અફસોસ છે.’ એવું કહેવામા આવે છે કે, કિમ જોંગ ઉનનું આ રીતે ભાવુક થવું એ દર્શાવે છે કે કોરોના વાઈરસની મહામારી અને પરમાણુ હથિયારોને કારણે પોતાના દેશ પર લાગેલા પ્રતિબંધોને લીધે તેમની લીડરશિપ પર ઘણું દબાણ છે.

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના ભાષણ દરમિયાન સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે રહેલા પડકારનો ઉલ્લેખ કર્યો હતો. કિમ જોંગ ઉને દ.કોરિયા સાથે સંબંધો સુધારવાની ઈચ્છા જાહેર કરી હતી. જોકે કિમ જોંગ ઉને અમેરિકાની પ્રત્યક્ષ રીતે કોઈપણ પ્રકારની ટીકા કરી નહોતી.

ઉત્તર કોરિયાએ શનિવારે સૈન્ય પરેડ દરમિયાન લેટેસ્ટ મિસાઈલનું પ્રદર્શન કર્યું. આ મિસાઈલ ઉત્તર કોરિયાની ઈન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ કરતા પણ વધુ શક્તિશાળી છે. સૈન્ય પરેડ અંગે દ.કોરિયાએ ચિંતા વ્યક્ત કરી અને ઉ.કોરિયાને અપીલ કરી કે નિશસ્ત્રીકરણના વાયદાનું પાલન કરે. દ.કોરિયાના રક્ષા મંત્રીએ કહ્યું કે,‘ઉત્તર કોરિયાએ સંભવત લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું પ્રદર્શન કર્યું છે.’

You cannot copy content of this page