Only Gujarat

International

પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડમાં જોવા મળ્યા ખતરનાક ફેરફારો, આવી શકે છે મોટી મુશ્કેલીઓ

ન્યૂયોર્કઃ પૃથ્વીમાં હાલના સમયે ઘણા જોખમી ફેરફારો જોવા મળી રહ્યાં છે. ધરતીના એક મોટા ભાગમાં ચુંબકીય શક્તિ (Earth Magnetic Field) નબળી પડી છે. તે એટલી નબળી થઈ ચૂકી છે કે ઉપરથી વિમાન પસાર થાય તો તેની સાથે સંપર્ક કરવામાં સમસ્યા થઈ શકે છે. આ વિસ્તાર 10 હજાર કિ.મી.માં ફેલાયેલો છે અને તેના 3000 કિ.મી. નીચે ધરતીની આઉટર કોર સુધીની ચુંબકીય શક્તિ નબળી પડી છે.

આફ્રિકાથી લઈ દ.આફ્રિકા સુધી 10 હજાર કિ.મી.ના વિસ્તારમાં ધરતીની નીચે મેગ્નેટિક ફિલ્ડની ક્ષમતા ઓછી થઈ ગઈ છે. સામાન્ય રીતે તે 32 હજાર નૈનોટેસ્લા હોવી જોઈએ, પરંતુ 1970 થી 2020 સુધીમાં તે ઘટીને 24 હજારથી 22 હજાર નૈનોટેસ્લા સુધી પહોંચી ગઈ છે. આ માહિતી NASAએ શેર કરી છે. મેગ્નેટિક ફિલ્ડમાં આવેલા આ પરિવર્તનોના કારણે પૃથ્વી પરથી છોડાતા સેટેલાઈટ્સ અને વિમાનો સાથે સંપર્ક કરવામાં મુશ્કેલીઓ જોવા મળી શકે છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, છેલ્લા 200 વર્ષમાં ધરતીની ચુંબકીય શક્તિમાં 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ આફ્રિકાથી દ.અમેરિકા સુધીના હિસ્સામાં ચુંબકીય શક્તિ ઘણી ઓછી જોવા મળી છે. વૈજ્ઞાનિકો તેને સાઉથ એટલાન્ટિક એનોમલી કહે છે. જો તમે વિચારતા હોવ કે ચુંબકીય શક્તિ ઓછી થવાથી આપણને શું ફેર પડશે, તો અમે જણાવી દઈએ કે આ મેગ્નેટિક ફિલ્ડના કારણે જ આપણે અવકાશી રેડિએશનથી બચી શકીએ છીએ. આ શક્તિની મદદથી જ તમામ પ્રકારની કોમ્યુનિકેશન સિસ્ટમ જેમકે સેટેલાઈટ, ફોન, ચેનલો કામ કરી રહી છે.

ધરતીની મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે ઉત્પન્ન થાય છે તે જાણીએ તો, ધરતીની અંદર ગરમ લોખંડનો સમુદ્ર રહે છે. આ ધરતીની સપાટીથી 3000 કિ.મી. નીચે છે. તે ફરતું રહે છે. તેના કારણે અંદરથી ઈલેક્ટ્રિક કરન્ટ પેદા થાય છે જે ઉપર આવતા-આવતા ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં પરિણમે છે. તાજેતરમાં અમુક અભ્યાસમાં સામે આવ્યું હતું કે ધરતીના મેગ્નેટિક નોર્થ પોલનું સ્થાન બદલાઈ રહ્યું છે. આ પોલ કેનેડાથી સાઈબેરિયા તરફ વધી રહ્યું છે. આ ઘટના ધરતીની નીચેના વહેતા ગરમ લોખંડના ફરવાના કારણે થઈ રહ્યું છે.

આફ્રિકાથી દ.અમેરિકા સુધીના વિસ્તારમાં જે મેગ્નેટિક ફિલ્ડમાં ઘટાડો આવ્યો છે. તેના વડે તેની ઉપર આપણી ચુંબકીય સુરક્ષા લેયર નબળી પડી છે. તેના કારણે અવકાશી રેડિએશનની અસર વધી શકે છે. જર્મન રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક જર્ગેન માત્જ્કાએ જણાવ્યું કે, છેલ્લા અમુક દાયકામાં આફ્રિકાથી દ.અમેરિકા સુધીના વિસ્તારની ચુંબકીય શક્તિ ઝડપથી ઘટી છે.

જર્ગેને જણાવ્યું કે, હવે સૌથી મોટો મુદ્દો એ છે કે આપણે એ જાણવાનું રહેશે કે ધરતીના કેન્દ્રમાં થઈ રહેલા ફેરફારોના કારણે કેટલા મોટા પ્રમાણમાં પરિવર્તનો જોવા મળશે, શું તેના કારણે પૃથ્વી પર મોટી આફત આવશે. સામાન્ય રીતે ધરતીની ચુંબકીય શક્તિ દર 2.50 લાખ વર્ષમાં બદલાય છે. પરંતુ હજુ તેમાં ઘણા વર્ષો બાકી છે.

You cannot copy content of this page