Only Gujarat

National

પતિ સાથે ડિવોર્સ પહેલાં જ યુવતી રહેવા લાગી હતી લિવ ઈનમાં

નવી દિલ્હીઃ એક યુવતી અને તેના પતિનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે જ તે યુવતી અન્ય પરિણીત વ્યક્તિ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગી. મંગળવારે યુવતીનો લોહીથી લોથપોથ મૃતદેહ મળી આવ્યો. હાલ એવો આરોપ છે કે યુવતીનો લિવ ઈન પાર્ટનર હત્યા કરી નાસી છૂટ્યો છે.

દિલ્હીના વિનોદ નગર વિસ્તારમાં એક યુવતીની નિર્મમ હત્યા કરવામાં આવી. મૃતક યુવતીનું નામ મમતા છે જે પરણિત હોવા છતાં અન્ય એક યુવક સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી. તેણે પોતાના પતિથી છૂટાછેડા લેવા અરજી કરી હતી અને તેમનો કેસ હાલ કોર્ટમાં છે. મહિલાનો એક દીકરો પણ છે અને તે પોતાની નાની સાથે વિનોદ નગરમાં જ રહે છે.

મમતાના દીકરાએ જણાવ્યું કે, રાતે અંદાજે 10 વાગે તેની માતાએ ફોન કરી તેને નાનીના ઘરેથી ભોજન લઈ આવવા કહ્યું હતું. જ્યારે તે ભોજન લઈ માતા પાસે પહોંચ્યો ત્યારે માતા લોહીથી લોથપોથ સ્થિતિમાં પડી હતી. દીકરા અને પરિવારના અન્ય સભ્યોએ આરોપ લગાવ્યો કે મમતા સાથે રહેતા લિવ ઈન પાર્ટનર બ્રહ્મસિંહે હત્યા કરી છે અને હાલ તે ફરાર છે.

મમતા દિલ્હીના સરકારી હોસ્પિટલમાં પ્રાઈવેટ ગાર્ડની નોકરી કરતી હતી અને લૉકડાઉન સમયે જ બ્રહ્મસિંહના સંપર્કમાં આવી હતી. મમતાની બહેને જણાવ્યું છે કે, બ્રહ્મસિંહ પણ પરિણીત હતો પરંતુ તેણે મમતાને લગ્નનો વાયદો કર્યો હતો. મમતાના દીકરાએ જણાવ્યું કે, તેની માતાના ચેહરા અને ગળા પર ઈજાના નિશાન હતા અને તેમના મૃતદેહ પાસે હથોડી પડી હતી. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

 

You cannot copy content of this page