Only Gujarat

National

દીકરીઓની જીદ્દ સામે પંચાયતે પણ ઝુકવું પડ્યું, કહ્યું-“અમે છીએ ત્યાં સુધી અન્ય કોઈ શા માટે આ કાર્ય કરે”

સામાન્ય રીતે સ્મશાન યાત્રામાં મહિલાઓ નથી જોડાતી અને અંતિમ ક્રિયા પણ પુરૂષો દ્રારા જ સંપન્ન કરવામાં આવે છે. જો કે સમય સાથે આ જુની પરંપરા તૂટી છે. હવે દીકરીઓ પણ દીકરાની જેમ આ ફરજને હિંમતભેર નિભાવે છે. મધ્યપ્રદેશના બાલાઘાટમાં કંઇક આવી જ ઘટના સામે આવી. અહીં પહેલી વખત દીકરીઓએ અંતિમ સંસ્કાર કર્યાં હોવાની ઘટના સામે આવી છે. સ્મશાનમાં હાજર લોકોની આંખ પણ ભીની થઇ ગઇ, જ્યારે ચારેય દીકરીઓએ તેમની માતાને મુખાગ્નિ આપને અંતિમ વિદાય આપી. જો કે આ સમયે કેટલાક લોકોએ દીકરીઓના હસ્તે માના અંતિમ સંસ્કારનો વિરોધ પણ કર્યો. જો કે દીકરીઓએ હિંમતભેર જણાવ્યું કે, “જ્યારે અમે છીએ ત્યારે કોઇ અન્ય શા માટે કામ કાર્ય કરે, આ અમારી ફરજ છે”

મઘ્યપ્રદેશના ગામ ભુંડામુર્રીની નિવાસી પ્રેમિલા બહુ લાંબા સમયથી બીમાર હતી. તેમનું આજે બપોરે નિઘન થઇ ગયું. તેમના પતિનું નિધન બહુ સમય પહેલા જ થઇ ગયું હતું. પ્રેમિલાને કોઇ પુત્ર ન હતો. આ સ્થિતિમાં પ્રેમિલાના અંતિમ સંસ્કાર કોણ કરશે? આ મુદ્દે ગામમાં ચર્ચા થવા લાગી. માના મોતના સમાચાર મળતાં જ દીકરીઓ સાસરીમાંથી પિયર આવી ગઇ હતી. આ સમયે ગામના લોકોએ જણાવ્યું કે, “દીકરીઓ અંતિમ સંસ્કાર ન કરી શકે. કોઇ સંબંધીને બોલાવીને અંતિમ સંસ્કાર કરાવો”

દીકરીઓની જિદ્દ પાસે પંચાયતે પણ ઝુકવું પડ્યું
આ મુદ્દે ગામમાં પંચાયત બેઠી અને દીકરીઓને બોલાવવામાં આવી. જો કે આ સમયે દીકરીઓએ જણાવી દીધું કે, “અમારા રહેતા અમારી માના અંતિમ સંસ્કાર કોઇ બીજા નહીં કરે, આ અમારી ફરજ છે” પંચાયતે દીકરીઓને ખૂબ સમજાવી પરંતુ દીકરીઓ માની નહીં. આખરે પંચાયતે પણ દીકરીઓના પક્ષમાં નિર્ણય કર્યો. ત્યારબાદ દીકરીઓએ ગામના લોકોની મદદથી અર્થી સજાવી તેમજ ગામની પરંપરા મુજબ વાજતે ગાજતે અંતિમ યાત્રાને સ્મશાન સુધી પહોંચાડી હતી.

અહીં તેમની દીકરી કૃષ્ણા, લક્ષ્મી, મંજુલતા અને દુર્ગશ્વરીએ પહેલા માની ચિતા સજાવી ત્યારબાદ વિધિવત કર્મકાંડથી માની ચિતાની મુખાગ્નિ આપી. દીકરીઓને હિંમતભેર આ સૌથી કપરૂ કર્મ કરતા જોઇને ત્યાં હાજર બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા.

You cannot copy content of this page