Only Gujarat

National

કામની વાત, જાણો-કેવા પ્રકારના ખેડૂતોને પીએમની વર્ષે રૂ 6000ની સહાય મળવાપાત્રા છે

ખેડૂત સમ્માન નિધિ યોજનાની શરૂઆત ગત વર્ષ ફેબ્રુઆરીમાં થઇ હતી પરંતુ ખેડૂતોને આ યોજનાનો લાભ એક ડિસેમ્બર 2018થી મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 6 હપ્તા આવી ગયા છે. આ યોજના લાગુ થઇ ત્યારથી માંડીને અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 12,000 રૂપિયા ટ્રાન્સફર થઇ ચૂક્યા છે. કિસાન સન્માન નિધિ યોજના માટે શત પ્રતિશત ફંડ કેન્દ્ર સરકાર આપે છે. જેના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની રકમ બે-બે હજારના સમાન ઇન્સ્ટોલમેન્ટ સાથે મળે છે.આ યોજનાના પ્રત્યેક લાભાર્થી ખેડૂતોને એક ઇન્સ્ટોલમેન્ટમાં 2,000 રૂપિયા આપવામાં આવે છે.

મોદી સરકારનું કહેવું છે કે, કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતોની જરૂરિયાતને સંતોષવામાં અને પરિવારની જરૂરિયાતને પૂર્ણ કરવામાં સારી મદદ મળી રહે છે. પીએમ-કિસાન યોજના હેઠળ પૈસાને સીધી રીતે આધારથી લિંક કરીને લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ યોજના હેઠળ 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારને 6,000 રૂપિયાની દર વર્ષે મદદ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ માત્ર એ ખેડૂતો જ ઉઠાવી શકે છે. જેમની પાસે 2 હેક્ટર કે તેથી ઓછી જમીન છે. આ યાદીમા સામેલ લાભાર્થી ખેડૂતોને આવતા પાંચ વર્ષ સુધી 6000 રૂપિયા આપવામાં આવશે.

નિયમ મુજબ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતના નામ પર ખેતર હોવું જરૂરી છે. જો ખેતીલાયક જમીન ખેડૂતના નામે નહી હોય. તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળી શકે. જો આ ખેતર પિતા કે દાદાના નામ પર હશે તો તમને આ યોજનાનો લાભ નહીં મળી શકે.

આ સિવાય સૌથી ખાસ મહત્વપ્રૂર્ણ વાત એ છે કે, જો આપના નામે ખેતીયોગ્ય જમીન હોય તો પણ જો આપ સરકારી કર્મચારી અથવા તો રિટાયર્ડ હશો તો પણ આ યોજનાનો લાભ નહીં મળે. આ સાથે જ જો કોઇ પાસે ખેતીલાયક જમીન હશે અને તેમને દસ હજાર રૂપિયા માસિક પેન્શન મળતું હશે તો આ યોજનાનો લાભ નહીં મળી શકે.

આ સિવાય રજિસ્ટર્ટ ડોક્ટર, એન્જિનિયર, વકીલો, ચાર્ટડ અકાઉન્ટન્ટ અને વાસ્તુકારો અને તેમના પરિવારના સભ્યો આ યોજનાનો લાભ નથી લઇ શકતા. આ તમામ લોકો ખેતી સાથે અન્ય બીજુ કામ કરતા હશે તો તેમને આ યોજનાનો લાભ નહીં મળે. આ યોજનાનો લાભ લેવા માટે કિસાન ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે ખેડૂત સન્માન નિધિ પોર્ટલ પર અપ્લાય કરી શકે છે. કેટલાક વૃદ્ધ ખેડૂતોનું માનવું છે છે કે. આ યોજના દેવું માફ કરવાની યોજનાની સરખામણીમાં ખૂબ જ સારી યોજના છે. આ સહાય રકમનો ઉપયોગ ખેડૂતો બીજ તેમજ ખાતર ખરીદવા માટે કરી શકે છે.

You cannot copy content of this page