Only Gujarat

National

ચીનના નબળાં માસ્ક અને ટેસ્ટિંગ કીટ પર આનંદ મહિન્દ્રાએ ઠાલવ્યો રોષ, કહ્યું- ‘ભારત માટે છે સોનેરી તક’

દિલ્હીઃ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા દ્વારા સતત દેશ અને દુનિયાના સમાચારો અંગે પોતાનો મત રજૂ કરતા રહે છે. હાલમાં જ તેમણે ચીન દ્રારા મોકલવામાં આવેલા નબળાં માસ્ક અને ટેસ્ટિંગ કીટ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ અંગે ટ્વીટ કરી કહ્યું કે, કોરોના પછી ગ્લોબલ સપ્લાય ચેનની સિસ્ટમ પર ચીન ઓછું નિર્ભર રહેશે. આ કોરોનાવાઇરસ મહામારીનું એક સકારાત્મક પગલું હોઈ શકે છે.

ભારત માટે સોનેરી તક
આનંદ્ર મહિન્દ્રાએ ટ્વીટર પર એક ફોલોઅરના ટ્વીટના રીપ્લાયમાં કહ્યું કે, ભારત માટે આ સોનેરી તક છે જ્યારે તે ગ્લોબલ સપ્લાય ચેનમાં પોતાના માટે મહત્ત્વની ભૂમિકા નીભાવે. અત્યાર સુધી ગ્લોબલ સપ્લાય ચેનને ચાઇનીઝ સપ્લાય ચેન કહેવામાં આવે છે.

ચીન સોશિયલ ડિસ્ટન્સિંગનો શિકાર થશે
નબળાં માસ્ક અને ટેસ્ટિંગ કીટ સપ્લાય કરવા મામલે આનંદ્ર મહિન્દ્રાએ કહ્યું કે, ત્યાંથી મોકલવામાં આવતાં સામાનોની તપાસ વધુ થવી જોઈએ. જો ચીન આવી ભૂલ બીજીવાર કરશે તો ગ્લોબલ સોશિયલ ડિસ્ટન્સિંગનો શિકાર થશે.

મુંબઈ કોરોનાને લીધે વધુ સુંદર લાગે છે
થોડાં દિવસો પહેલાં આનંદ મહિન્દ્રાએ મુંબઈનાં ફોટો ટ્વીટ કરી લખ્યું હતું કે, કોરોનાને કારણે વર્ષો પછી મને પ્રકૃતિની ખૂબસુરતીનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે રોડ સાફ છે, પાણી ગંદુ નથી અને પોલ્યુશન ઘટતાં હવા શુદ્ધ લાગી રહી છે. આ ઉપરાંત તેમણે લોકોને અપીલ કરતાં લખ્યું કે, શું આપણે સારી જિંદગી જીવવા માટે આવી રીતે જ મહામારીની રાહ જોવી જોઈએ.

You cannot copy content of this page