Only Gujarat

National TOP STORIES

મુંબઈમાં આ જાણીતા ગુજરાતી બિઝનેસમેનનું લિફ્ટમાં ફસાઈ જતા મોત, એક ભૂલ પડી ભારે

મુંબઈઃ લિફ્ટનો જો સાવધાનીથી ઉપયોગ ના કરવામાં આવે તો દુર્ઘટના જીવલેણ સાબિત થઇ શકે છે. લિફ્ટમાં થોડી લાપરવાહીને કારણે અનેક વખત આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. લિફ્ટમાં થતી દુર્ઘટના કિસ્સા આપે અનેક વખત સાંભળ્યાં હશે. મુંબઇ વર્લીમાં રવિવારે (છ સપ્ટેમ્બર) આવી જ એક દુર્ઘટના ઘટી, જેમાં મુંબઇના રિટેલ ચેન કંપનીના માલિકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું. સદભાગ્યે તેમની દીકરી રેશમનો આબાદ બચાવ થયો. કેવી રીતે ઘટી દુર્ઘટના જાણીએ.

મુંબઇમાં રિટેલ ચેન કોહિનૂર ઇલેક્ટ્રિોનિક્સના ડાયરેક્ટરનું લિફ્ટમાં દબાઇ જવાથી રવિવારે નિધન થઇ ગયું. તે તેમના મિત્ર પાસે જઇ રહ્યાં હતા. જો કે લિફ્ટ આવતા પહેલા જ અંદર જતા રહ્યા, જેમાં તે કચડાઇ ગયા અને તેમનું કમકમાટી ભર્યુ મોત થઇ ગયું.

મુંબઇ મિરરના અહેવાલ મુજબ તેમના મિત્રે ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે, રવિવાર, છ સપ્ટેમ્બરની સાંજે 46 વર્ષીય વિશાલ મેવાણી તેમની ઓફિસનું કામ પુરુ કરીને તેમની દીકરી રેશમાની સાથે એક મિત્રને ત્યાં ગયા હતા. વિશાલ મેવાણી તેમની દીકરી રેશમા સાથે તેમના મિત્રને ત્યાં મુંબઇ વર્લીમાં બ્યૂના નામની ટૂ સ્ટોરી બિલ્ડિંગમાં ગયા હતા, જ્યાં આ દુર્ઘટના ઘટી.

વિશાલ મેવાણીના મિત્રને મળવા જઇ રહ્યાં હતા. તેમણે બિલ્ડિંગની લિફ્ટનું 2 નંબરનું બટન પ્રેસ કર્યું પરંતુ લિફ્ટ આવતા પહેલા જ તે અંદર જતાં રહ્યાં.જ્યારે તેમને અહેસાસ થયો કે લિફ્ટ તો તેમની ઉપર છે કે તે તરત બહાર નીકળવા માટે પ્રયાસ કર્યો. જો કે આ દરમિયાન લિફ્ટે તેમને કચડી નાખ્યા. ઘટના બાદ તરત જ ફાયર ટીમને બોલાવવામાં આવી અને વિશાલને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઇ જવાયા, જો કે તે દરમિયાન તેમનું નિધન થઇ ગયું હતું.

વિશાલ મેવાણીના દાંતમાં કોઇ પ્રોબ્લેમ હતો, જેથી તે તેમના મિત્રને મળવા જઇ રહ્યાં હતા કે, તે કોઇ સારો ડેનટિસ્ટ સજેસ્ટ કરે. આ દુર્ઘટનામાં તેમની દીકરીનો આબાદ બચાવ થયો.

You cannot copy content of this page