Only Gujarat

International

જુની તૂટેલી ખુરશીમાં રહેલી આ એક વસ્તુએ તેને બનાવી અનમોલ, વાંચીને તમે પણ માંથુ ખંજવાળશો

‘શૌક બડી ચીજ હૈ’, આ વાક્ય આપે ઘણી વખત સાંભળ્યું હશે. ઘણી વખત શોખ માટે જ લોકો કોઇ પણ હદ સુધી પહોંચી જાય છે. તેના કેટલાક ઉદાહરણ પણ જોવો મળે છે. ઘણી વખત તો લોકો માત્ર શોખ પુરો કરવા માટે એવી વસ્તુઓ ખરીદી લે છે. જેનો કોઇ અર્થ જ નથી હોતો. આ ચાર ખુરશીને જ જોઇ લો. ખૂબ જુની અને તૂટેલી ફુટેલી આ ખુરશીની હરાજી કરવામાં આવી છે.તેને ખરીદવા માટે પણ અનેક લોકો આવ્યા. આશ્ચર્યની વાત તો એ છે કે, આ તૂટેલી ખુરશી 22 કરોડમાં વેચાઇ. આ ખુરશીની કિંમત જાણીને લોકો દંગ રહી જાય છે. તો ચાલો જાણીએ કે, આખરે આ તૂટેલી ફુટેલી જુની ખુરશીમાં એવું તે શું છે કે, જેને 22 કરોડમાં ખરીદવામાં આવી.

1778માં બનેલી આ ચાર એન્ટીક ખુરશીઓને ફ્રાંસના રાજા લોઇસ XVIના નાના ભાઇ ચાર્લ્સ X માટે બનાવી હતી. જો કે હાલ તો આ ખુરશીનો પાછળનો ભાગ અને તેના પાય પણ તૂટી ગયા છે.

રાજાએ આ ખુરશી પેરિસના કારીગર પાસે બનાવડાવી હતી. આ સાથે તેમણે એક બેડ પણ બનાવડાવ્યો હતો. તેની પણ હરાજી થવાની છે. આ ખુરશીને જેવી હરાજી માટે મૂકાઇ કે, તેને ખરીદવાની હોડ જામી, તેની આર્ટક્યુરિયલ દ્વારા હરાજી કરાઇ હતી.


આશા સેવાઇ રહી હતી કે, આ ખુરશીઓ 4 કરોડ 44 લાખ સુધીમાં વેચાશે. જો કે તેની બોલી 22 કરોડ સુધી લગાવાઇ. ખુરશીને 1789માં ફ્રેંચ રિવોલ્યૂશન પહેલા બનાવવામાં આવી હતી. જો કે 4 વર્ષ બાદ એ વેચાઇ હતી.

આ ખુરશીને રાજાએ તેમની બહેન અને ભાઇ માટે બનાવડાવી હતી. તેના પર સુંદર કોતરણી કામ નકશી કામ પણ કરવામાં આવ્યું છે. વર્ષો જુની હોવાથી આ ખુરશીની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ છે પરંતુ આર્ટ પીસના મામલામાં હજું પણ તે બેસ્ટ જ છે. જે રાજા ચાર્લ્સે Xની ખુરશી છે, તે ખૂબ જ બદનામ રાજા હતો. તેમણે 1789માં ફ્રાંસ છોડી દીધું હતું. ત્યારબાદ તે અનેક દેશોમાં ભાગતો રહ્યો. અંતે 1814માં તે ફરી દેશ પરત ફર્યો.

ચાર્લ્સX 1824થી 1830 સુધી તે ફ્રાંસનો રાજા રહ્યો. તે દરમિયાન ફ્રાંસમાં ખૂબ જ હિંસા થઇ હતી. જો કે તેમ છતાં પણ તેમની આ ખુરશીની કરોડોમાં બોલી લગાવાઇ, તે ખૂબ જ આશ્ચર્યજનક છે.

You cannot copy content of this page