Only Gujarat

International

દુનિયાના સૌથી મોંઘા વેચાયેલા 10 ફોટો, જેણે તસવીરકારોને કરી દીઘા હતા કરોડોપતિ

દર વર્ષે 19 ઑગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે. આ દિવસ એ લોકો માટે હોય છે જે કેમેરાની પાછળ રહીને ખાસ પળોને કેમેરામાં કેદ કરે છે. કળાની સમજ દરેક વ્યક્તિને નથી હોતી પરંતુ જેને કળાનું જ્ઞાન હોય છે તે તેની કિંમત પણ એ જ રીતે લગાવે છે. આમ તો કળા અમૂલ્ય છે પરંતુ વાત જ્યારે દુનિયાની સૌથી ખૂબસૂરત તસવીરોની કરવામાં આવે તો તેમની કિંમત જાણીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. ચલો, અમે તમને બતાવીએ વિશ્વની સૌથી મોંઘી તસવીરો.

પીટર લિકની તસવીર ફેંટમ – લગભગ 49 કરોડ રૂપિયા
પીટર લિકે ફેંટમ બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર ક્લિક કરી હતી. 9 સપ્ટેમ્બર 2014ના દિવસે તેણે તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા. અને 6.5 મિલિયન ડૉલર એટલે કે (લગભગ 49 કરોડ રૂપિયા)માં વેચાઈ હતી. પીટર કહે છે કે મારી તમામ તસવીરોનો ઉદ્દેશ્ય નેચરના પાવરને કેપ્ચર કરવાનો છે અને તસવીરને એવી રીતે બતાવવાનો છે કે લોકો તેની સાથે ઈમોશનલી જોડાઈ શકે.

એંડ્રિયાસ ગર્સની તસવીર રાઈના II – 32 કરોડ રૂપિયા
રાઈના II નામની તસવીર દુનિયાની બીજી સૌથી વધુ મોંઘી વેચાનારી તસવીર છે. વર્ષ 2011માં નીલામી વખતે તે ફોટો 4.3 મિલિયન ડૉલર(32 કરોડ રૂપિયા)માં ખરીદવામાં આવી હતી. આ ફોટો જર્મન વિઝ્યુઅસલ આર્ટિસ્ટ એંડ્રિયાસ ગર્સકીએ 1999માં લીધો હતો.

સિંડી શર્મનની તસવીર અનટાઈટલ્ડ #96 – 29 કરોડ રૂપિયા
રાઈના II પહેલા, સિંડી શર્મને બનાવેલી તસવીર દુનિયામાં સૌથી મોંઘી હતી. પ્રોટ્રેઈટ તસવીરો માટે જાણીતા સિંડી શર્મને આ તસવીર 1981માં બનાવી હતી. અનટાઈટલ્ડ #96 નામની આ તસવીર 3.9 મિલિયન ડૉલર(લગભગ 29 કરોડ રૂપિયા)માં વેચાઈ હતી.

ગિલ્બર્ટ અને જ્યોર્જની તસવીર ટૂ હર મજેસ્ટી – 27 કરોડ રૂપિયા
ગિલ્બર્ટ અને જ્યોર્જ લાઈફ અને વર્ક બંને પ્રકારના પાર્ટનર છે. ગિલ્બર્ટ અને જ્યોર્જની આ તસવીર 1973માં લેવામાં આવી હતી અને તેની કિંમત 3.7 મિલિયન ડૉલર(લગભગ 27 કરોડ રૂપિયા) છે.

જેફ વૉલની તસવીર ડેડ ટ્રૂપ ટૉક – 27 કરોડ રૂપિયા
કનાડાના કલાકાર જેફ વૉલને large-scale back-lit cibachrome તસવીરો માટે ઓળખવામાં આવે છે. તેમની ટૉપ 5 તસવીરોમાંથી આ એક છે. વૉલે 2002માં હાસેલબ્લેડ પુરસ્કાર પણ જીત્યો હતો.

રિચર્ડ પ્રિન્સની તસવીર અનટાઈટલ્ડ(કાઉબૉય) – 25 કરોડ રૂપિયા
રિચર્ડ પ્રિન્સની તસવીર અનટાઈટલ્ડ(કાઉબૉય) તસવીર સૌથી મોંઘી તસવીરોની લિસ્ટમાં છઠા નંબર પર છે. જે પ્રિન્સના સૌથી સારા ફોટોસમાંથી એક છે. વર્ષ 2001માં આ ફોટો 3.4 મિલિયન ડૉલર (લગભગ 25 કરોડ રૂપિયા)માં વેચાયો હતો.

એંડ્રિયાસ ગર્સની તસવીર 99 સેન્ટ, ડિપ્ટીચોન – 24 કરોડ રૂપિયા
એંડ્રિયાસ ગર્સની તસવીર 99 સેન્ટ, ડિપ્ટીચોન પણ દુનિયાના સૌથી મોંઘા ફોટોસમાંથી એક છે. સુપર માર્કેટની અંદર શેલ્ફ પર રાખવામાં આવેલા સામાનનો આ ફોટો છે. 2007માં એક નીલામી દરમિયાન આ તસવીર 3.34 મિલિયન ડૉલર(લગભગ 24 કરોડ)માં ખરીદવામાં આવી હતી.

એંડ્રિયાસ ગર્સની તસવીર લૉસ એંજિલસ – 21 કરોડ રૂપિયા
એંડ્રિયાસ ગર્સ 1900ના દાયકાના સારામાં સારા ફોટોગ્રાફર્સમાંથી એક છે. તેમની આ તસવીર 2.9 મિલિયન ડૉલર એટલે કે લગભગ 21 કરોડમાં વેચાઈ હતી.

એડવર્ડ સ્ટીચેનની તસવીર ધ પૉન્ડ – મૂનલાઈટ – 21 કરોડ રૂપિયા
ધ પૉન્ડ – મૂનલાઈટ 2006માં 2.9 મિલિયન ડૉલર (લગભગ 21 કરોડ રૂપિયા)માં વેચવામાં આવી હતી. આ તસવીરમાં સ્ટીચેને પહેલી વાર ઓટોક્રોમનો ઉપયોગ કર્યો હતો. તેની બે કૉપી છે. જેમાંથી એક વેચવામાં આવી અને એક ધ મેટ્રોપોલિટન મ્યૂઝિયમ ઑફ આર્ટમાં રાખવામાં આવી છે.

સિંડી શર્મનની તસવીર અનટાઈટલ્ડ#153 – 20 કરોડ રૂપિયા
આ તસવીર થોડી ડરામણી છે પરંતુ દુનિયાની સૌથી મોંઘી તસવીરોમાંથી એક છે. સિંડી શર્મને આ તસવીર 1985માં બનાવી હતી. આ તસવીર નિલામીમાં 2.7 મિલિયન ડૉલર (લગભગ 20 કરોડ રૂપિયા)માં વેચાઈ હતી.

You cannot copy content of this page