Only Gujarat

International

પત્નીએ પતિને હેવાનિયતને ટીવી પર લોકોને જાણાવી, સાંભળી એન્કર પણ રડી પડી

મહિલા સુરક્ષાને લઈને દુનિયામાં અનેક પ્રકારના કાયદા બનાવવામાં આવે છે. ક્યાંક મહિલાઓને અધિકારો આપવામાં આવે છે તો ક્યાંક તેમની સાથે શોષણ થવા પર તરત જ સજા કરવામાં આવે છે. જેથી અપરાધીને ડર લાગે. તે મહિલા સાથે કાંઈક ખરાબ કરતા પહેલા સો વાર વિચારે. પરંતુ મેરિટલ રેપને લઈને કોઈ જ નિયમ નથી. દુનિયામાં અનેક એવી મહિલાઓ છે, જેમણે મેરિટલ રેપ વિશે સાંભળ્યું પણ નહીં હોય. તેમના માટે પોતાના પતિની ડિમાન્ડને પુરી કરવી તેમની ફરજ લાગે છે. આ વચ્ચે બીબીસીના એક ટીવી શોમાં 51 વર્ષની એક મહિલાએ લૉકડાઉનમાં પોતાના પતિની હેવાનિયતને દુનિયાની સામે રાખી. તેણે બતાવ્યું કે કેવી રીતે લૉકડાઉનમાં રોજ તે રેપનો શિકાર થઈ. મહિલાની દર્દભરી કહાનીએ લોકોના રૂંવાટા ઉભા કરી દીધા.

બીબીસી પેનોરમામાં લોકોની સામે એક મહિલાએ પોતાની કહાની શેર કરી. આ 52 વર્ષની મહિલાની ઓળખ જેસના રુપમાં થઈ છે. તેણે જણાવ્યું કે કેવી રીતે લૉકડાઉનમાં પતિએ અનેક વાર તેની સાથે રેપ કર્યો. આ પ્રોગ્રામની એંકર એ કહાની સાંભળીને રડી પડી. એન્કર વિક્ટોરિયા ડેરબશાયરનું કહેવું છે કે તે મહિલાનું દર્દ સમજી શકે છે કારણ તે તેનું પોતાનું બાળપણ હિંસક પિતા સાથે વિત્યું છે.

કોરોનામાં મહિલા સાથે હિંસાના મામલે ઝડપથી વધી રહ્યા છે. જેમાંથી બે તૃતિયાંશ મામલા અબ્યૂસિવ પાર્ટનરે મહિલાને પ્રતાડિત કરી હોવાના છે. જેમાં રેપ કરવાથી લઈને ઝેર દઈને મારવાનું પણ સામેલ છે.જેને પ્રોગ્રામમાં જણાવ્યું કે જે દિવસથી લૉકડાઉન લાગ્યું, તેના પછીના કેટલાક મહિનાઓમાં તેની સાથે સોથી વધુ વાર રેપ કરવામાં આવ્યો. આ રેપ કરનાર બીજું કોઈ નહીં તેનો પતિ જ હતો.

જેસે જણાવ્યું કે તેનો પતિ ગમે ત્યારે તેનો રેપ કરી દેતો હતો. એ દરમિયાન તેની ચીસો દબાવવા માટે ટીવીનું વૉલ્યૂમ વધારી દેવામાં આવતું હતું. દરવાજા બંધ કરી દેવામાં આવતા હતા.

તેની ચીસ કોઈ નહોતું સાંભળી શકતું.bઅનેક મહિનાઓ સુધી નરક જેવી યાતના ભોગવ્યા બાદ એક દિવસ જેસ પોતાના પતિને સૂતો મુકીને ત્યાંથી ભાગી નિકળી. જે બાદ તેણે પોલીસને સહારો લીધો અને પતિની સામે ફરિયાદ દાખલ કરાવી.

આ એપિસોડના ઑન એર થયા બાદ અનેક મહિલાઓએ લૉકડાઉનમાં પોતાની સાથે થયેલા અત્યાચાર લોકો સાથે શેર કર્યા. તેમણે જણાવ્યું કે લૉકડાઉનમાં પણ તેમના પાર્ટનરે તેમના પર રેપ કર્યો અથવા લૉકડાઉનમાં તેમણે શું સહન કરવું પડ્યું.

ખુદ આ પ્રોગ્રામની એંકરે જણાવ્યું કે તેનું બાળપણ પણ હિંસક પિતા સાથે વિત્યું છે. તે પોતાના પિતાના આવવાના સમયે ગભરાઈ જતી હતી. અત્યારે પણ આટલું આગળ વધ્યા બાદ પણ તેના મનમાં એ સમયનો આતંક હાજર જ છે.

You cannot copy content of this page