Only Gujarat

FEATURED International

કમરમાં દુખતા યુવતી ગઈ હોસ્પિટલમાં, બાથરૂમમાં જે બન્યું તે કલ્પના બહારનું હતું!

તમે ગર્ભાવસ્થાના ઘણા કેસો વિશે સાંભળ્યુ અને જોયું હશે. ઘણી વખત સગર્ભા સ્ત્રીને કલાકો સુધી લેબર પેનમાં રહેવું પડે છે. આ કિસ્સામાં, ડોકટરોએ તેમની ડિલિવરી માટે બીજી ટ્રીક્સ અપનાવી પડે છે. પરંતુ આજે અમે જે કેસની વાત કરી રહ્યા છીએ તે આનાથી પણ વધુ ચોંકાવનારો છે. યુકેના સાઉથ વેલ્સમાં રહેતી 18 વર્ષીય યુવતી પેટમાં દુખાવાની સમસ્યા સાથે ડોક્ટરને મળવા ગઈ હતી. રાહ જોતી વખતે તેનાં પેટમાં મરોડ વળી અને તે હોસ્પિટલ પહોંચી ગઈ. અચાનક જ, બાળકને તેના ગર્ભાશયમાંથી બહાર આવતો જોઇને તેના હાથ અને પગ ફૂલી ગયા. યુવતીને ખબર ન હતી કે તે ગર્ભવતી છે. તે પછી તે ડરને કારણે ચીસો પાડવા લાગી હતી. પ્રેમીને ખબર પડી ત્યારે તેણે આવી પ્રતિક્રિયા આપી…

સાઉથ વેલ્સમાં રહેતી 18 વર્ષિય ડીયોન સીબોર્ન આ દિવસોમાં ચર્ચામાં છે. આ છોકરીએ હોસ્પિટલના બાથરૂમમાં બાળકને જન્મ આપ્યો હતો. વાસ્તવમાં, તેને એ આઈડિયા જ નહોતો કે તે ગર્ભવતી છે.

ડીયોનને છેલ્લાં થોડા સમયથી પીઠ દર્દની સમસ્યા થઈ રહી હતી. જ્યારે દર્દ વધી ગયુ તો તે રોયલ ગ્વેંટ હોસ્પિટલ પહોંચી. ત્યાં ડિયોન ડોક્ટરની રાહ જોઈ રહી હતી. ત્યારે તેનાં પેટમાં અચાનક મરોડ થઈ હતી.

ડીયોન હોસ્પિટલના બાથરૂમમાં પહોંચી. તે ત્યાં ટોઇલેટ સીટ પર બેસી ગઈ. તેની પીડા માત્ર વધી રહી હતી. અચાનક દર્દ કેમ થયું તે ડીયોન સમજી શકી નહીં. પરંતુ થોડા સમયમાં જે થયું તે જોઈને ડીયોને ચીસો પાડવા લાગી હતી.

ડીયોને તેના ગર્ભાશયમાંથી બાળકને બહાર આવતા જોયું. તેણે તરત જ નવજાતનું માથું પકડ્યું અને તેને ઉપર ખેંચ્યું. તેણે બાથરૂમમાં સ્વસ્થ પુત્રીને જન્મ આપ્યો. તેને ખબર ન હતી કે તેની સાથે શું થઈ રહ્યું છે.

તેણે નર્સને બૂમો પાડી. પરંતુ કોઈએ ડીયોનનો અવાજ સાંભળ્યો નહીં. ત્યારબાદ તેણે 18 વર્ષના તેના બોયફ્રેન્ડ કેલમ મોરિસને બાથરૂમમાંથી કોલ કર્યો અને તેને આખી વાત જણાવી.

સવારે 4 વાગ્યે કેલમ હોસ્પિટલ પહોંચ્યો. તે તેની પુત્રીને જોઈને વિશ્વાસ કરી શક્યો નહીં. તે વારંવાર તેની પુત્રીને કિસ કરતો જોવા મળ્યો હતો. તે તેની સાથે રમીને પણ ખુશ થઈ રહ્યો હતો.

પોતાના સગર્ભાવસ્થા વિશે ડીયોને જણાવ્યું હતું કે, આ સમય દરમિયાન તેણીને ખબર નથી પડી કે તે ગર્ભવતી છે. તેણે ન તો વજન વધાર્યું ન કોઈ અન્ય પ્રકારની તકલીફ થઈ હતી. ઉલટું, તેનું વજન વધુ ઓછું થયું હતું. આવી સ્થિતિમાં પુત્રીને જન્મ આપતાં જ તે ચોંકી ગઈ હતી.

You cannot copy content of this page