Only Gujarat

Bollywood FEATURED

લાડલી વહુ ઐશ્વર્યાના ઘર આંગણે અભિષેકના લગ્નમાં નાચ્યાં હતા અમિતાભ બચ્ચન

મુંબઈ : બચ્ચન પરિવારની વહૂ ઐશ્વર્યા રાય 47 વર્ષની થઈ ગઈ છે. એક નવેમ્બર 1973માં મેંગલુરૂમાં જન્મેલી ઐશ્વર્યાએ 13 વર્ષ પહેલા 2007માં અભિષેક સાથે લગ્ન કરીને બચ્ચન ખાનદાનની વહૂ બની ગઈ. લગ્ન દરમિયાન ઐશ્વર્યાના ખૂબ જ ઓછા ફોટોસ જોવા મળ્યા છે. જો કે ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોલસાએ ગયા વર્ષે જ ઐશ્વર્યાના લગ્ન દરમિયાનના કેટલાક ફોટો શેર કર્યા હતા. આ તસવીરોમાં અમિતાભ બચ્ચન અને પત્ની જયા સાથે નાચતા નજર આવી રહ્યા છે. એટલું જ નહીં, તેમની દીકરી શ્વેતા બચ્ચને પણ ભાઈના લગ્નમાં ખૂબ જ ડાન્સ કર્યો હતો. ભાવિ સાસુ-સસરાના નાચતા જોઈ ઐશ્વર્યાનું આવું હતું રિએક્શન…

ફોટોમાં અમિતાભ અને જયા બચ્ચન ડાન્સ કરી રહ્યા છે અને ઐશ્વર્યા-અભિષેક ખુરશી પર બેઠા છે. ભાવિ સાસુ-સસરાને ડાન્સ કરતા જોઈને ઐશ્વર્યાનું રિએક્શન જોવા લાયક હતું. આ દરમિયાન ઐશ્વર્યા ખૂબ જ ખુશ હતી.

ઐશ્વર્યા અને અભિષેકના લગ્નમાં બચ્ચન પરિવારે અબુ જાની અને સંદીપ ખોસલાના ડિઝાઈન કરેલા કપડા પહેર્યા હતા. તેમને તૈયાર કરવામાં 3 મહિનાથી વધુનો સમય લાગ્યો હતો.

ફેમસ ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના 34 વર્ષ પુરા કર્યા છે. તેમણે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નની સાથે જ કેટલાક દિવસો પહેલા શ્વેતા બચ્ચનની લગ્નની તસવીરો પણ શેર કરી હતી.

ઐશ્વર્યા અભિષેક કરતા ઉંમરમાં 3 વર્ષ મોટી છે પરંતુ તેમની ઉંમર તેમના પ્રેમની વચ્ચે ક્યારેય નથી આવી. બંનેએ જમાનાની પરવા ન કરતા એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને હવે તેમની 9 વર્ષની દીકરી આરાધ્યા છે.

બંનેના લગ્ન 20 એપ્રિલ, 2007માં થયા હતા. લગ્ન બચ્ચન ફેમિલીના બંગલા પ્રતિક્ષામાં અને રિસેપ્શન તાજ હોટેલમાં થયું હતું. લગ્નના સમયે ઐશ્વર્યા 33 વર્ષ હતી, જ્યારે અભિષેકની ઉંમર 31 વર્ષ હતી.

બંને સ્ટાર્સ પર મણિ રત્નમની ફિલ્મ ગુરુ દરમિયાન પ્રેમનો પરવાન ચડ્યો હતો. જે 2007માં લગ્નમાં ફેરવાઈ ગયો. જણાવી દઈએ કે બંનેના લગ્નમાં ખૂબ જ ઓછા લોકો જોડાયા હતા. જેમાં નજીકના સંબંધીઓ અને મિત્રો જ સામેલ થયા હતા, જેને માઈક્રો વેડિંગ પણ કહી શકાય છે.

એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે જણાવ્યું હતું કે ટોરેન્ટોમાં જાન્યુઆરી 2007માં ફિલ્મ ગુરુના પ્રીમિયર બાદ, હોટેલની બાલ્કનીમાં તેમણે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. અભિષેકના પ્રમાણે, હું ઐશ્વર્યાને પ્રપોઝ કરતા સમયે ખૂબ જ નર્વસ હતો, પરંતુ હિંમત કરીને મે તેને દિલની વાત કરી અને ઐશ્વર્યાએ હા કહેવામાં એક સેકન્ડનો પણ સમય ન લીધો.

એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે જણાવ્યું હતું કે ટોરેન્ટોમાં જાન્યુઆરી 2007માં ફિલ્મ ગુરુના પ્રીમિયર બાદ, હોટેલની બાલ્કનીમાં તેમણે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. અભિષેકના પ્રમાણે, હું ઐશ્વર્યાને પ્રપોઝ કરતા સમયે ખૂબ જ નર્વસ હતો, પરંતુ હિંમત કરીને મે તેને દિલની વાત કરી અને ઐશ્વર્યાએ હા કહેવામાં એક સેકન્ડનો પણ સમય ન લીધો.

You cannot copy content of this page