Only Gujarat

Bollywood FEATURED

કરોડોનો ફ્લેટ છોડી આ કારણે સાસુ-સસરા સાથે રહે ઐશ્વર્યા, આવો છે બચ્ચન પરિવારની લાડલી વહુનો ફ્લેટ

મુંબઈઃ મિસ વર્લ્ડનો તાજ પહેરનાર ઐશ્વર્યા રાય બચ્ચન 47 વર્ષની થઈ ચૂકી છે. તેનો જન્મ 1 નવેમ્બર 1973ના રોજ મેંગલોરમાં થયો હતો. એશને મૉડલિંગની પ્રથમ ઓફર કેમલિન કંપની તરફથી મળી હતી. તે સમયે એશ્વર્યા 9માં ધોરણમાં ભણતી હતી. તે પછી એશ્વર્યાએ ઘણી જાહેરાતોમાં કામ કર્યું અને સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો. મૉડલિંગ તરફ આગળ વધતા ઐશ્વર્યાએ 1991માં સુપરમૉડલ સ્પર્ધા જીતી હતી.

ફોર્ડ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં એશ્વર્યાને વોગ મેગેઝીનની અમેરિકન એડિશનમાં કામ કરવાની તક મળી હતી. જે પછી તેણે પાછળ વળીને જોયું નથી. એશ્વર્યા બહુચર્ચિત બચ્ચન પરિવારની પુત્રવધૂ છે એ તો તમામ લોકો જાણે છે.

2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ એશ્વર્યાએ મુંબઈના બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્ષમાં 5500 સ્કે. ફૂટનો લક્ઝુરિયસ ફ્લેટ ખરીદ્યો હતો. એશ્વર્યા-અભિષેકના આ ફ્લેટની કિંમત 21 કરોડથી વધુ છે. આ ઘર અંદરથી પણ ઘણો વૈભવી છે.

આવો વૈભવી ફ્લેટ હોવા છતાં એશ્વર્યા પોતાની સાસુ જયા બચ્ચન અને સસરા અમિતભ બચ્ચન સાથે જલસા બંગલો ખાતે જ રહે છે. સાસરી સાથે રહેવા પાછળનું કારણ એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

એશ્વર્યાનો આ વૈભવી ઘર મુંબઈમાં સનટેક રિયાલિટીમાં છે, તેને સનટેકની ઈન-હાઉસ ટીમે જ ડિઝાઈન કર્યો છે. આ ફ્લેટમાં તમામ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘરના બેડરૂમમાં મોટી બારીીઓ છે, જેના કારણે બહારનો શાનદાર વ્યૂ જોઈ શકાય છે. ફ્લેટમાં એક શાનદાર સ્વિમિંગ પૂલ પણ છે. કિચન પણ હાઈલી લક્ઝુરિયસ છે.

You cannot copy content of this page