Only Gujarat

FEATURED National

કલેક્ટર છે એકદમ ફિટનેસ ફ્રિક, છોકરીઓ છે સિક્સ પેક એબ્સ પાછળ એકદમ ગાંડી

જો કોઈ જિલ્લા કલેક્ટરની વાત કરીએ તો, પહેલાં મનમાં એક સામાન્ય વ્યક્તિ તરીકેની તસવીર સામે આવે છે. પરંતુ તમે ક્યારેય બોડીબિલ્ડર જીલ્લાં કલેક્ટરને જોયો છે? જો ના, તો તમારે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તાર સુકમાના જિલ્લા કલેક્ટર વિનીત નંદનવરને મળવાની જરૂર છે. વાસ્તવમાં, કલેક્ટર વિનીત નંદનવાર ફિટનેસ પ્રત્યે ખૂબ સભાન છે. તેમના સિક્સ પેક એબ્સ જોઈને તો સારા-સારા બોડીબિલ્ડર્સને પરસેવો થવાની ખાતરી છે. જણાવી દઈએ કે વિનીતની તસવીરો આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર મચી ધૂમ
ઉલ્લેખનીય વાત એ છે કે, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લા સુકમાના કલેક્ટર વિનીત નંદનવારની સિક્સ પેક એબ્સની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ તસવીરોમાં વિનીત નંદનવાર શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો અને તેના સિક્સ પેક એબ્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જણાવી દઈએ કે, વિનીત મૂળ જગદલપુરનો વતની છે અને તેનું શિક્ષણ સરકારી શાળામાં થયુ હતુ. સુકમા જિલ્લાના કલેક્ટર બનતા પહેલા, તે રાયપુરમાં અધિક કલેક્ટર હતા. લગભગ એક મહિના પહેલા તેમણે સુકમા કલેક્ટરની જવાબદારી સંભાળી હતી.

આ રીતે બન્યા બૉડી બિલ્ડર
આઈએએસ વિનીત કહે છે કે, તે સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લઈને શરૂઆતથી જ ખૂબ ગંભીર છે. સરકારી કામ દરમિયાન, તે બાકીના સમયનો ઉપયોગ ફિટનેસ માટે કરે છે. તે કહે છે કે, વ્યક્તિ દરેક સમયે વ્યસ્ત રહે છે, પરંતુ તે પોતાના માટે ઓછામાં ઓછો એક કલાક તો કાઢી જ શકે છે.

કોરોનાને આપી મ્હાત
જણાવી દઈએ કે, આઈએએસ વિનીત નંદનવાર ઓગસ્ટ 2020 દરમિયાન કોરોના સંક્રમિત થયા હતા. તે દરમિયાન તેની સારવાર રાયપુર એઈમ્સમાં કરવામાં આવી હતી. સ્વસ્થ થયા પછી, તેણે ફરીથી ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. વિનીત ‘આ સમય પણ પસાર થઈ જશે’ને તેનું સૂત્ર વાક્ય ગણે છે. તે કહે છે કે આશા અને નિરાશા જીવનમાં આવે છે અને જાય છે. ખરાબ સમય હંમેશા તમને મજબૂત બનાવે છે. તેનાથી પરેશાન થવું જોઈએ નહીં. વિનીત 2013ની બેચના આઈએએસ છે. તેમણે કહ્યું કે, યુવાનોએ તેમને જોઈને ફીટ રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ, પરંતુ કોઈ સ્ટીરોઇડ્સ ન લે. એક મિનિટના સ્વાદ માટે સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરો.

આ રીતે મળી કલેક્ટર બનવાની પ્રેરણા
વિનીતના કહેવા મુજબ, તે તેના કાકા ઓમપ્રકાશ નંદનવારની પ્રેરણાને કારણે તે આઈ.એ.એસ. બન્યા છે. વાસ્તવમાં, તેના કાકા નાનપણથી જ કહેતા હતા કે તારે કલેક્ટર બનવાનું છે. આઈએએસની પરીક્ષા પાસ કરતા પહેલા વિનીત બાલ્કોમાં નોકરી કરતો હતો. તેમણે 2004 દરમિયાન એજ્યુકેશન વર્કરનું ઇન્ટરવ્યુ પણ આપ્યુ હતું, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આ પછી, તે દિલ્હી ગયો અને સિવિલ સર્વિસ માટેની તૈયારી કરી. આખરે તેની મહેનતનું પરિણામ રંગ લાગ્યુ અને ચોથા પ્રયાસમાં તે 227મા ક્રમે સફળ રહ્યો.

માતાને ગણાવી રોલ મોડલ
આઈએએસ વિનીતે તેની માતા વિમલા નંદનવારને તેની રોલ મોડેલ ગણાવી છે. તેમણે કહ્યું કે,મારા સંઘર્ષ અને ધૈર્યમાં મારી માતાની શીખ હંમશા કામ આવી છે. આજે હું જે કંઈ પણ છું તે તેમના કારણે છું.

You cannot copy content of this page