Only Gujarat

FEATURED International

મફતમાં વેચાઈ રહ્યું છે આ ભવ્ય ઘર, મહિનાઓ બાદ પણ કોઈ લેવા તૈયાર નથી…!

ન્યૂ યોર્કઃ દુનિયાના મોટાભાગના લોકો પ્રોપર્ટી પાછળ જ પૈસા ઈન્વેસ્ટ કરવાનું પસંદ કરે છે. ઘર પાછળ લોકો લાખો-કરોડો રૂપિયા ખર્ચી નાખે છે, પરંતુ જરા વિચારી તો જુઓ, કોઇએ વૈભવી ઘર વેચવા જાહેરાત આપી હોય અને બે મહિના બાદ પણ કોઇ તેને ખરીદવા તૈયાર જ ન થાય તો, એવું તો શું કારણ હશે? લુસિઆનામાં ચાર બેડરૂમ, ત્રણ બાથરૂમવાળું એક ઘર વેચવા કાઢ્યું છે, અને એ પણ એકદમ મફતમાં. પરંતુ આ જાહેરાત આપ્યાના બે મહિના બાદ પણ તેને એક પણ ગ્રાહક મળ્યો નથી. તાજેતરમાં જ એક મહિલા આ પ્રોપર્ટી જોવા પહોંચી હતી. તેણે ઘરમાં જોયું, ત્યારબાદ તો ત્યાંથી ઊભી પૂંછડીયે ભાગી. મહિલાએ જણાવ્યું કે આ ઘર નહીં પણ ભૂત બંગલો છે. તેને મફતમાં ખરીદવું પણ ગાંડપણ જ છે.


ન્યૂ ઓલોંસમાં રહેતી સિંડી પર અને ગ્રેગ મૈટલોક આ ઘર જોવા પહોંચ્યાં હતાં. તેણે જણાવ્યું કે, ઘરમાં એક ઘરડી મહિલાનું ભૂત રહે છે. તે ત્યાં પહોંચી ત્યારે એ ભૂત રસોડામાં ભોજન બનાવી રહ્યું હતું.


આ બંને પેરાનોર્મલ એક્ટિવિટીઝને કેપ્ચર કરવાનું કામ પણ કરે છે. બંને ત્યાં તપાસ કરી રહ્યાં હતાં ત્યારે જ તેમને એક કાળી છાયા દેખાઇ. સિંડીએ જણાવ્યું કે, જ્યારે બંનેએ ભૂતોને તેમના હોવાનો અનુભવ કરાવવાનું કહ્યું તો ઘરના દરવાજા અચાનક જ બંધ થવા લાગ્યા અને લાઇટ્સ પણ બંધ થવા લાગી.


સિંડીએ તેના પાર્ટનર સાથે ત્યાં એક રાત પસાર કરી. આ દરમિયાન ભૂતોએ તેમનાં બધાં જ ઈક્વિપમેન્ટ્સની એનર્જી ખતમ કરી નાખી. ઘરની એડ બાદ એક મહિલાએ દાવો કર્યો હતો કે, તે ઘરમાં રહી ચૂકી છે. ત્યાં એક ઘરડી મહિલાની છાયા છે. પરંતુ આ વખતે સિંડીએ જણાવ્યું કે, ઘરમાં એક હટ્ટા-કટ્ટા પુરૂષનું ભૂત પણ છે, જે 6 ફૂટ ઊંચો છે.


સિંડી અને ગ્રેગ છેલ્લાં 20 વર્ષથી ભૂત પકડવાનું કામ કરે છે. પરંતુ તેમણે જણાવ્યું કે, આ ઘરનાં ભૂત ખૂબ જ શક્તિશાળી છે. એટલે હવે આ ઘરમાં રહેવું ખૂબજ ખતરનાક છે.


અમેરિકાના લુસિઆના રિયલ એસ્ટેટ ફર્મે આ ઘરને કોઇને પણ મફતમાં આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઘરની માલકિન સિલ્વિયા મૈક્લેને આ ઘરની કેટલીક તસવીરો તેની સોશિયલ મીડિયા સાઇટ્સ પર શેર કરી છે. બે મહિના પહેલાં આપવામાં આવેલ એડ બાદ કોઇએ તેને ખરીદ્યું નથી.

આ જાહેરાત માર્ચમાં જ આપવામાં આવી હતી. કોઇપણ આ ઘરને ખરીદીને તરત જ તેમાં શિફ્ટ થઈ શકે છે. પોતાની પોસ્ટમાં સિલ્વિયાએ લખ્યું છે, આ ઘર 1920 થી 1930 ની વચ્ચે બન્યું છે. છેલ્લા છ મહિનાથી ઘર ખાલી છે. આ દરમિયાન તેમાં રિપેરિંગનું કામ ચાલું હતું.

ઘર ખૂબજ વૈભવી છે. 2400 સ્વેયર ફૂટમાં બનેલ આ ઘરને કોઇપણ ખરીદી શકે છે. આ ઓફર ઓપન છે. ઘરની આસપાસ ઘણાં ઝાડ છે. સિલ્વિયાએ લખ્યું છે કે, ઘરમાં બે એસી પણ છે અને તે ચાલું કંડિશનમાં છે. આટલા વૈભવી ઘરને કોઇ મફતમાં પણ ખરીદવા તૈયાર નથી.

આ પોસ્ટ બાદ ઘણા લોકોએ ઘરને ખરીદવામાં રસ દાખવ્યો. જેમાં સિંડી અને ગ્રેગનો પણ સમાવેશ થાય છે. આ પોસ્ટ બાદ જ ઘણા લોકોએ આ કહ્યું કે, આ એક ભૂત બંગલો છે. આસપાસના લોકોનું કહેવું છે કે, 1974માં અહીં જે પરિવાર રહેતો હતો, તેમાં રહેતા વ્યક્તિએ બધાં સૂતાં હતાં ત્યારે જ પોતાના માં-બાપ અને ચાર ભાઇ બહેનોની હત્યા કરી દીધી હતી. આ ઘરને એડેલે વિંસેટે બનાવડાવ્યું હતું. ઘરમાં દેખાતી મહિલા એડેલે વિંસેટ જ છે. એડેલેનું મૃત્યુ એક અકસ્માતે થયું હતું.


ત્યાર બાદ આ ઘરમાં રહેતા ઘણા લોકોએ એડેલે વિન્સેંટનું ભૂત જોયું છે. જ્યારે એડેલેનું મૃત્યુ થયું ત્યારે તે 90 વર્ષની હતી. ઘરમાં રહેતા ઘણા લોકોએ એડેલેને ત્યાં ફરતી જોઇ છે.


તો ફેસબુક પર એડ જોયા બાદ જિપ્સી ડોન, જે પોતાને આ ઘરની અંતિમ માલિક જણાવે છે, તેણે લખ્યું, આ ઘર વૈભવી છે, પરંતુ તમે ત્યાં તો જ રહો, જો તમને ભૂતોની આદત હોય. કારણકે અહીં ભૂતો બહુ અવાજ કરે છે.

You cannot copy content of this page