Only Gujarat

International

હાઈડ્રોક્સિક્લોરોક્વીનથી નથી થઈ રહ્યો ફાયદો, દવા લેનારા લોકોમાં મૃત્યુદર વધારે : શોધ

ન્યુયોર્ક: કોરોના વાયરસથી સંક્રમિતની સારવાર માટે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાનો ઉપયોગ દેશ-દુનિયામાં થઈ રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે એક શોધ પરથી આ વાત સામે આવી છેકે, હાઈડ્રોક્સિક્લોરોક્વીનથી ફાયદો થવાની જગ્યાએ નુકસાન થઈ રહ્યુ છે. એટલે સુધી કે, જે દર્દીઓને હાઈડ્રોક્સિક્લોરોક્વીન આપવામાં આવી છે તેમનો મૃત્યુદર વધારે છે. અમેરિકાનાં વેટરન્સ હેલ્થ એડમિનિસ્ટ્રેશન મેડિકલ સેન્ટર્સમાં સેંકડો દર્દીઓ ઉપર આ શોધ કરવામાં આવી છે.

આ શોધ રિપોર્ટને medrxiv.org પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ શોધ માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થા અને વર્જીનિયા વિશ્વ વિદ્યાલય પાસેથી ફંડિંગ મળે છે. આ શોધ 368 દર્દીઓ પર કરાઈ છે. જેમાં 97 દર્દીઓને હાઈડ્રોક્સિક્લોરોક્વીન આપવામાં આવી હતી, જેમાં મૃત્યુદર 27.8 ટકા રહ્યો છે. જ્યારે જે 158 દર્દીઓને હાઈડ્રોક્સિક્લોરોક્વીન આપવામાં આવી હતી, તેમનામાં મૃત્યુદર 27.8 ટકા રહ્યો છે. જ્યારે જે 158 દર્દીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપવામાં આવી નથી, તેમનામાં મૃત્યુદર 11.4 ટકા રહ્યો છે.

સંશોધનકારોએ એ પણ શોધી કાઢ્યુ છે કે હાઈડ્રોક્સાઇક્લોરોક્વિન અને એન્ટીબાયોટીક એઝિથ્રોમાસીનના ડોઝને કારણે દર્દીઓએ વેન્ટિલેટર પર જવાની જરૂર નથી, જોકે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હજી સુધી તેના કોઈ પુરાવા નથી. એવું જાણવા મળ્યું છે કે હાઇડ્રોક્સિક્લોરોક્વિન આપ્યા પછી, વ્યક્તિને વેન્ટિલેટરની જરૂર પડી છે. યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોરોનાની સારવાર માટે કોઈ પણ દવાને મંજૂરી આપવામાં આવી નથી.

હાઇડ્રોક્સિક્લોરોક્વિનની વાત કરીએ તો, તે મલેરિયા જેવા રોગોમાં વર્ષોથી ઉપયોગમાં લેવાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે હાઇડ્રોક્સિક્લોરોક્વિનને કોવિડ -19 માટે “ગેમ ચેન્જર” ગણાવી છે અને જણાવ્યું છે કે હાઇડ્રોક્સિક્લોરોક્વિન જબરદસ્ત કામ કરે છે. તો, ડોકટરોએ ચેતવણી આપી છે કે ટ્રમ્પના દાવામાં સંપૂર્ણ સત્ય નથી. તેના ઉપર અભ્યાસ કરવાની જરૂર છે કે શું તે કોરોનાની સારવાર માટે સક્ષમ છે?

હાલમાં ફ્રાન્સમાં, હાઈડ્રોક્સીક્લોરોક્વિનને લઈને 181 દર્દીઓ પર એક સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં બહાર આવ્યું હતું કે હાઈડ્રોક્સીક્લોરોક્વિન આપવામાં આવતા દર્દીઓને 48 કલાકમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જ્યારે અન્ય લોકો સાથે તેવું થયુ ન હતુ. આવી સ્થિતિમાં, હજી પણ કોરોના વાયરસની સારવારમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિનના ઉપયોગ વિશે શંકા છે.

You cannot copy content of this page