Only Gujarat

International

કોલેસ્ટ્રોલની દવાથી માત્ર પાંચ જ દિવસમાં ખતમ થઈ જાય છે કોરોના વાયરસ!

કોરોના વાયરસની વેક્સીન અને દવા માટે દુનિયાભરમાં સંશોધન ચાલુ છે. તમામ દે્શના વૈજ્ઞાનિકો દવા અને વેક્સીન માટે કામ કરી રહ્યાં છે જેના કારણે સતત નવી જાણકારી સામે આવી રહી છે. હવે બે વૈજ્ઞાનિકોએ સ્ટડી બાદ કહ્યું કે, કોલેસ્ટ્રોલ ઘટાડતી દવાથી કોરોના દર્દીની સારવાર થઇ શકે છે.

યરુશલમની હિબ્રુ યુનિવર્સિટીના પ્રોફેસર યાકોવ નહમિયાસ અને ન્યૂયોર્ક ઇકાહન સ્કૂલ ઓફ મેડિસિનના ડોક્ટર બેંઝામિન ટેનઓવર છેલ્લા ત્રણ મહિનાથી કોરોનાની દવાને લઇને સ્ટડી કરી રહ્યાં હતા. લેબમાં કરવામાં આવેલી સ્ટડી દરમિયાન કોલેસ્ટ્રોલ ઘટાડતી દવા Fenofibrate (Tricor)થી ઘણા સકારાત્મક પરિણામો મળ્યા. (તસવીરમાં ડાબેથી પ્રોફેસર યાકોવ અને ડોક્ટર બેંઝામિન)

પ્રોફેસર નહમિયાસ અને ડોક્ટર ટેનઓવરે સ્ટડી દરમિયાન પોતાનું ધ્યાન એ વાત પર કેન્દ્રીત કર્યું હતું કે કેવી રીતે કોરોના વાયરસ દર્દીના ફેફસાને પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે વાયરસ કાર્બોહાઇડ્રેડના રુટીન બર્નિંગને રોકી દે છે. જેના કારણે ઘણું વધારે ફેટ ફેફસામાં જમા થઇ જાય છે.

ડેલી મેલ અને medicalxpress.comમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે બંને વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સ્ટડીથી એવું સમજવામાં મદદ મળશે કે શું હાઇ બ્લડ શૂગર અને કોલેસ્ટ્રોલ લેવલવાળા કોરોના દર્દી હાઇ રિસ્ક કેટેગરીમાં જતા રહે છે.

સ્ટડી પ્રમાણે Fenofibrate દવાના ઉપયોગથી ફેફસાના સેલ્સ વધુ ફેટ બર્ન કરે છે અને તેના કારણે કોરોના વાયરસ નબળો પડી જાય છે અને ફરી રિપ્રોડ્યુસ થઇ શકતો નથી. લેબ સ્ટડી દરમિયાન માત્ર 5 દિવસની ટ્રીટમેન્ટ બાદ વાયરસ ખતમ થઇ જાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page