Only Gujarat

International

આ દેશમાં તમે સાવ સસ્તામાં ખરીદી શકશો ઘર, માત્ર 86 રૂપિયામાં મેળવો આલિશાન મહેલ જેવડો બંગલો

લોકો ઘર ખરીદવા માટે તેમના જીવનની મહેનતની કમાણી ખર્ચ કરે છે. પરંતુ ઇટાલીમાં એક એવું શહેર છે, જ્યાં 86 રૂપિયાના નજીવા ભાવે એક મકાન મળી રહ્યું છે. ઇટાલીના સિસિલી સ્થિત એક નાના શહેરમાં ઓછા ભાવે મકાનો વેચાઇ રહ્યા છે.

વાસ્તવમાં, આ શહેરનું નામ સલેમી છે. અહીં 1 યુરો (ભારતીય ચલણમાં લગભગ 86 રૂપિયા) માં ઘર મળવું આશ્ચર્યજનક છે, પરંતુ તેની પાછળ એક મોટું કારણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણા નાના શહેરોમાં ઘટી રહેલી વસ્તીની સમસ્યા ધ્યાનમાં લેવામાં આવી છે. આ જ કારણ છે કે,આવા શહેરોમાં ઓછી કિંમતે મકાનો આપવામાં આવે છે.

CNNના રિપોર્ટ મુજબ, શહેરના મેયરે કહ્યું કે બધી ઇમારતો સિટી કાઉન્સિલની છે, જેનાથી ઝડપી વેચાણ થાય છે અને લાલ ટેપિઝમ ઓછી થાય છે. આ યોજના શરૂ કરતા પહેલા સલેમીના જૂના ભાગો જ્યાં ઘરો આવેલા છે તે ફરીથી બનાવવાની જરૂર હતી. સાથે જ, પાયાની સુવિધાઓ અને સેવાઓ જેવી કે રસ્તાઓ, ઇલેક્ટ્રિક ગ્રીડ અને ગટર પાઇપમાં સુધારો કરવામાં આવ્યો છે.

પાછલા કેટલાક વર્ષોમાં, ઇટાલીના આવા ઘણા શહેરો નિર્વાસનની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણોસર, સિસિલીમાં સસ્તાં ભાવે રહેવાની સુવિધાની ઓફર શરૂ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર લોકો દ્વારા પહેલેથી જ છોડી દેવામાં આવેલી સંપત્તિ વેચવી મુશ્કેલ બની રહી હતી અને કોરોનાના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.

You cannot copy content of this page