Only Gujarat

FEATURED International

વારંવાર ક્લિક કરવી પડી મોંઘી, એક સાથે થઈ ગઈ 12 કરોડની 28 કાર બુક

બર્લિનઃ ટેસ્લાની કારને આખી દુનિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. લોકોએ ગાડીને મેળવવા માટે મહીનાઓ સુધી રાહ જુએ છે. જો કે જર્મનીમાં એક વ્યક્તિએ એક સાથે જ્યારે ઑનલાઈન 28 નવી ટેસ્લા ઑર્ડર કરી તો કંપની પણ ચોંકી ગઈ.

થયું એવું કે જર્મનીનો એક શખ્સ ઑનલાઈન ટેસ્લા કંપનીની કાર ખરીદી રહ્યો હતો. તમામ જરૂરી જાણકારી ભર્યા બાદ અને દસ્તાવેજ અપલોડ કર્યા બાદ ગ્રાહકે કન્ફર્મ વિકલ્પ પર ક્લિક કર્યું. પરંતુ તેને કારની ખરીદી સાથે જોડાયેલી કોઈ જાણકારી ન મળી.

એટલે તે વ્યક્તિ કન્ફર્મ કરવાના ઓપ્શનને થોડીવાર સુધી વારંવાર દબાવતો રહ્યો. તેની દરેક ક્લિક સાથે એક નવી કાર ખરીદાતી ગઈ. આ વ્યક્તિએ 28 વાર ક્લિક કર્યું જેનાથી 28 ગાડીઓ ખરીદાઈ ગઈ અને અકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા. આ જાણકારી તેના દીકરાએ આપી અને એક પોસ્ટ લખીને કહ્યું કે કેવી રીતે એક ટેક્નિકલ સમસ્યા તમને ખૂબ જ મોંઘી પડી શકે છે.

ટેક્નિકલ ખામીના કારણે તે શખ્સે એક કારની જગ્યાએ 28 કારો ખરીદી અને તેને 12 કરોડનો ચૂનો લાગી ગયો. તે ગ્રાહકના દીકરાએ જણાવ્યું કે તેના પિતા પોતાની જૂની ફોર્ડ કુગા કારને ટેસ્લાના મોડલ 3 સાથે બદલવા માંગતા હતા. પરંતુ ટેક્નિકલ સમસ્યાના કારણે કાર ખરીદવાનું જે અંતિમ બિલ આવ્યું તો તે લગભગ 12 કરોડનું હતું.

You cannot copy content of this page