Only Gujarat

FEATURED National

પરિવાર હતો ભાઈ-બહેનના પ્રેમની વિરુદ્ધમાં, લગ્નના આગલા દિવસે ભર્યું એવું પગલું કે મા-બાપ પર તૂટ્યું આભ

લખનઉઃ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં રવિવારે (28 જૂન) બપોરે એક ગામની બહાર કાકા-બાપાના ભાઈ બહેનના મૃતદેહ એક વૃક્ષ પર લટકતા મળ્યા. બંને રાત્રે પોત-પોતાના ઘરેથી ગાયબ થયા હતા. યુવકની જાન સોમવારે જવાની હતી, માનવામાં આવે છે કે એટલે જ બંનેએ આત્મહત્યા કરવાનું પસંદ કર્યું. સૂચના મળતા જ પરિવારજનો અને ગામના લોકો પહોંચી ગયા. પોલીસ લગભગ બે કલાક બાદ પહોંચી. સીમા વિવાદ બાદ બંનેના મૃતદેહોને ઉતારવામાં આવ્યા.

બંનેના પરિવારજનોએ સ્વીકાર્યુ છે કે એક વર્ષથી બંને પ્રેમમાં હતા. પરિવાજનો પોસ્ટમોર્ટમ માટે રાજી નહોતા, જો કે પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. રવિવારે એક ગામની બહાર ખેતરોમાં બકરી ચરાવવા માટે ગયેલા કેટલાક બાળકોએ એક યુવક અને યુવતીના મૃતદેહને ફાંસી પર લટકેલા જોયા હતા.

બાળકોએ જાણકારી કેટલાક ગ્રામીણોને આપી. થોડી જ વારમાં ભીડ એકત્ર થઈ ગઈ. આસપાસના ગામના લોકો જ્યારે ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે તેમની ઓળખ જાહેર થઈ હતી. બંને હમીરપુર ગામના ખેડૂત પરિવારના સંતાનો હતાં. બંને એક જ પરિવારના કાકા-બાપાના ભાઈ બહેન હતા. યુવક ટ્રેક્ટર ચાલક હતો અને એક ડૉક્ટર પાસે ખાલી સમયમાં કમ્પાઉન્ડરનું કામ કરતો હતો.

યુવતી હાઈસ્કૂલ સુધી ભણી હતી. થોડી જ વારમાં બંનેના પરિવારજનો પણ આવી ગયા હતા. પરિવારજનોએ જણાવ્યું કે ચોરીછૂપે લગભગ એક વર્ષથી તેમનું પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. બંનેને વાતચીત કરીને સમજાવવામાં પણ આવ્યા હતા. લગભગ બે કલાક બાદ છિબરામઊના પ્રભારી નિરીક્ષક હરીશંકર અને વિશુનગઢના પ્રભારી નિરીક્ષક કૃષ્ણલાલ પટેલ પોલીસ દળ સાથે મોકા પર પહોંચી ગયા હતા.

પોલીસ પહેલા તો એ નક્કી કરવામાં લાગી હતી કે સીમા કોની આવે છે. બાદમાં જ્યારે ગ્રામીણોએ છિબરામઊ પોલીસ સ્ટેશન વિસ્તારનો મામલો હોવાની વાત કહી તો છિબરામઊ પોલીસ કાર્યવાહી માટે આગળ આવી. પરિવારજનોએ જણાવ્યું કે યુવકના લગ્ન ગ્રામ મક્કાપુર્વામાં નક્કી થયા હતા અને સોમવારે જેની જાન જવી જવાની હતી. યુવકના હાથમાં મીંઢળ પણ બંધાઈ ચુક્યું હતું. બંને શનિવાર સાંજથી બંને પોતાના ઘરેથી ગાયબ હતા.

You cannot copy content of this page