Only Gujarat

National TOP STORIES

લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રામાં ખડેપગે ઊભા રહ્યા હતા નરેન્દ્ર મોદી, જાણો ખાસ વાતો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરશે. જો કે તેમનો અયોધ્યા અને રામ મંદિર સાથે બહુ જૂનો સંબંધ છે. તેઓ રામ મંદિર નિર્માણના આંદોલનમાં બહુ શરૂઆતથી જોડાયેલા હતા. જો કે ગુજરાતના મુખ્યમંત્રી અને દેશ વડાપ્રધાન પદે આવ્યા બાદ આ મુ્દે તેઓ મૌન જ રહ્યાં છે. તો હાલ જ્યારે રામમંદિરના નિર્માણની ઇંટ મૂકાઇ રહી છે. ત્યારે 29 વર્ષ પહેલાના PM મોદીના અયોધ્યા અને રામમંદિરના જૂના સંબંધ વિશે થોડી વાતો જાણીએ.

 


1990ના શરૂઆતના દિવસોમાં જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ પદયાત્રાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તો તે સમયે પાર્ટીના તત્કાલીન મહાસચિવ પ્રમોદ મહાજને તેમને પદયાત્રાના સ્થાને રથયાત્રા કરવાનું સૂચન કર્યું હતું. ત્યારબાદ 12 સપ્ટેમ્બર 2019માં ભાજપના મહાસચિવની બેઠકમાં અડવાણીએ એક પત્રકાર પરિષદ બોલાવી. આ પ્રેસ કોન્ફરન્સ દિલ્લીના 11 અશોક રોડ પર આવેલા ભાજપના મુખ્ય કાર્યલયમાં બોલાવાઇ હતી.

25 સપ્ટેમ્બર 19190માં લાલકૃષ્ણ અડવાણી સોમનાથ પહોંચે તે પહેલા એક ટોયોટા ટ્રકને ભગવા રંગના રથમાં પરિવર્તિત કરી દેવાયો હતો. 25 સપ્ટેમ્બરે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચન બાદ અડવાણીએ યાત્રા શરૂ કરી. તે દિવસે ઇદનો તહેવાર હોવાથી રજા હતી. આ સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રામ મંદિરના નિર્માણના નારા ગૂંજતા થયા હતા.

આ સમયે મહિલાઓ તેમના હાથના કંગન ઉતારીને મંદિર નિર્માણ માટે દાન કરી રહી હતી. લોકો અડવાણીએ તલવાર, છડી અને અનેક પ્રકારની ભેટ સૌગાદ આપી રહ્યાં હતા. આ સમયે રથમાં અડવાણી સાથે બે બીજા ચહેરા પણ હતા. એક પ્રમોદ મહાજન અને બીજા ગુજરાતના તત્કાલીન સંગઠન સચિવ નરેન્દ્ર મોદી.

ત્યારથી અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી અયોધ્યા ગયા તેને 29 વર્ષ અને 11 મહિના જેટલો સમયગાળો વિતી ગયો છે. આટલા વર્ષો બાદ હવે તેઓ 5 ઓગસ્ટે મંદિરના નિર્માણના ભૂમિ પૂજન માટે જઇ રહ્યાં છે. અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સ્વાભાવિક છે કે તેનું પણ ઉદઘાટન નરેન્દ્ર મોદી જ કરશે, આ સ્થિતિમાં બની શકે કે., 2024ની લોકસભાની ચૂંટણી પહેલા જ રામમંદિર ઉદઘાટનનો સમારોહ યોજવામાં આવે.

2009માં નરેન્દ્ર મોદીએ અયોધ્યા નજીર ફૈઝાબાદમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. ત્યારે લોકોસભા ચૂંટણીમાં અડવાણી ભાજપમાંથી વડાપ્રધાન પદ માટેના દાવેદાર હતા. આ સમયે નરન્દ્ર મોદી મતદાતાઓને રિઝાવવામાં નિષ્ફળ ગયા હતા અને અયોધ્યા/ ફૈઝાબાદની સીટ કોંગ્રેસ જીતી લીધી. 2014માં ફૈઝાબાદમાં ચૂંટણી મંચ પર નરેન્દ્ર મોદીની પાછળ ભગવાન શ્રીરામની વિશાળ તસવીર લાગેલી હતી. આ સમયે તેમણે ચૂંટણી સભામાં રામરાજ્યની તો વાત કરી હતી પરંતુ રામ મંદિર નિર્માણ મુદ્દે મૌન રહ્યાં હતા.

2019માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરી ફૈઝાબાદ પહોંચ્યાં. જો કે તેમણે અયોધ્યામાં એક રેલી પણ નહોતી કરી. વડાપ્રધાન તરીકે અયોધ્યામાં તેમની પહેલી રેલી 2019માં આંબેડકરનગર નજીક રામપુર માયામાં યોજાઇ હતી. આ સ્થાનથી રામજન્મભૂમિનું અંતર માત્ર 25 કિલોમીટરનું છે.

આજથી 29 વર્ષ પહેલા રામ મંદિર આંદોલન દરમિયાન 19191માં તેમણે એક ફોટાગ્રાફર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જે દિવસે રામમંદિર નિર્માણનું કાર્ય શરૂ થશે ત્યારે હું ફરી અયોધ્યા આવીશ. સોશિયલ મીડિયા પર 1991ની નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની વાયરલ થઇ રહેલી તસવીરને ખેંચનાર ફોટોગ્રાફર મહેન્દ્ર ત્રિપાઠીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. ફોટોગ્રાફર મહેન્દ્ર ત્રિપાઠીએ એ દિવસોને યાદ કરતા જણાવ્યું કે. “મોદી ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની સાથે એપ્રિલ 1991માં અયોધ્યા આવ્યા હતા. આ સમયે તેમણે વિવાદિત વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતુ. તેઓ 5 ઓગસ્ટે ફરી અયોધ્યામાં આવીને 29 વર્ષ પહેલા કરેલો અયોધ્યા આવવાનો વાયદો પૂરો કરી રહ્યાં છે.

You cannot copy content of this page