Only Gujarat

FEATURED International

આ દેશમાં ફ્રીમાં વેચાઈ રહ્યો છે આલિશાન બંગલો તેમ છતાં પણ કોઈ ખરીદવા નથી તૈયાર

દુનિયા હજી કોરોના હજી કોરોના વાયરસની સામે જંગ લડી રહી છે. ચારેય બાજુ આ વાયરસને લઈને જ વાતો થઈ રહી છે. આ જીવલેણ વાયરસે દુનિયામાં મોતનો કોહરામ મચાવેલો છે. ત્યારે આ બધાની વચ્ચે અમેરિકામાં રહેનારી એક મહિલાએ પોતાનું આલિશાન ઘરનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ઘર મહિલાએ વેચવા માટે ઓફર મૂકી છે. તે પણ બિલકુલ ફ્રી. તમે બરાબર વાંચ્યુ, માર્ચમાં પોસ્ટ કરાયેલી આ એડવર્ટાઈઝમેન્ટમાં સ્પષ્ટ લખ્યુ છેકે, કોઈ પણ આ ઘરને ખરીદવા માટે મહિલાનો સંપર્ક કરી શકે છે. તેણી તેને બિલ્કુલ ફ્રીમાં આપવા માંગે છે.

શા માટે ફ્રીમાં વેચવા માંગે છે ઘર
અમેરિકાનાં લુસિયાના રિયસ એસ્ટેટ ફર્મે આ ઘરને કોઈ પણને ફ્રીમાં આપવા માટે રજૂઆત કરી છે. ઘરની માલિક સિલ્વિયા મેક્લેને ઘરના થોડા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

2400 સ્કેવેર ફુટમાં બનેલું આ ઘર કોઈ પણ ખરીદી શકે છે. આ ઓફર દરેક લોકો માટે રાખવામાં આવી છે. ઘરની આજુબાજુ ઘણા બધા વૃક્ષો વાવેલાં છે. સિલ્વિયાએ લખ્યુ છેકે, આ ઘરમાં બે એસી પણ છે. જે કામ કરે છે. પરંતુ આટલું આલિશાન ઘર કોઈ કેમ ફ્રીમાં વેચવા માંગે છે?

પોસ્ટ બાદ ઘણાં લોકોએ તેને ખરીદવા માટે રસ દાખવ્યો છે. તો કેટલાંક લોકોએ જાણ કરવાનાં પ્રયાસો કર્યા હતાકે, તે આ ઘરને ફ્રીમાં કેમ વેચવા માંગે છે.

વાસ્તવમાં ઘર ભૂતિયા છે. આસપાસનાં લોકોનું કહેવું છેકે, 1974માં જે પરિવાર રહેતો હતો, તે પરિવારના એક શખ્સે ઉંઘતા સમયે પોતાના માતા-પિતા અને ચાર ભાઈ-બહેનનું ખૂન કર્યુ હતુ.

આ ઘરને એડેલે વિંસેટે બનાવ્યુ હતુ. પોતાના પરિવારની સાથે તેનો ફોટો. રાઉન્ડમાં જે મહિલા દેખાઈ રહી છે તે એડેસે લિંસેટ છે.

એડેલેનું મોત એક દુર્ઘટનામાં થયુ હતુ. તે રસોડામાં રસોઈ કરી રહી હતી, ત્યાં એનું મોત થયુ હતુ. આ ઘરમાં બાદમાં રહેનારા બધાં જ લોકોને એડેલે વિંન્સેટનું ભૂત જોયુ છે. જ્યારે એડેલેનું મોત થયુ, ત્યારે તે 90 વર્ષનાં હતા. ઘરમાં રહેનારા ઘણા લોકોએ તેને ત્યાં ફરતી જોઈ છે.

તો ફેસબુકમાં તેની એડ જોયા બાદ જિપ્સી ડોન, જે પોતે આ ઘરનાં છેલ્લા માલિક રહ્યા હતા. તેમણે લખ્યુ છેકે, આ ઘર શાનદાર છે. પરંતુ તમે અહીં ત્યારે રહી શકો જ્યારે તમે ભૂતોથી ટેવાયેલાં હોવ, એવું એટલાં માટે કારણકે આ ભૂતો બહુજ અવાજ કરે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page