Only Gujarat

Bollywood FEATURED

શાહિદ કપૂરના સાવકા પિતાએ આખરે 8 મહિના બાદ સૌને બતાવ્યું મોં, 53 વર્ષની ઉંમરે બન્યા પપ્પા

શાહિદ કપૂરના પિતા અને એક્ટર રાજેશ ખટ્ટરે આખરે 8 મહિના બાદ લોકોને તેમના દીકરાનો ચહેરો બતાવ્યો. રાજેશ 53 વર્ષની ઉંમરે પિતા બન્યા હતા. તેમણે ઈંસ્ટાગ્રામ પર તેમનાં લગ્નની 12મી એનીવર્સરીની તસવીર શેર કરી. પત્ની વંદના અને દીકરા વનરાજની તસવીર શેર કરી કેપ્શન લખ્યું: બધાંને હેલો! (મારું પહેલું હેલો, બધા જ શાનદાર લોકોને), પાપા કહે છે કે, આ દુનિયા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. પરંતુ આ સમય પણ પસાર થઈ જશે. અને અમે બાળકો આ દુનિયાને શાનદાર બનાવશું. અમને વિશ્વાસ છે અને બધાંનો આ પ્રોમિસ બદલ આભાર પણ માનીએ છીએ. ઘરે રહો, સુરક્ષિત રહો, વનરાજ ખટ્ટર. મમ્મી-પપ્પાને લગ્નની 12મી એનિવર્સરીનાં અભિનંદન, તમારું આ 12મું વર્ષ છે, પરંતુ મારા માટે તમારા દીકરા તરીકે પહેલું છે.

એક ઈન્ટરવ્યૂમાં રાજેશે પિતા બનવા અંગે ખુલીને વાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, રાજેશ 53 વર્ષની ઉંમરે પિતા બન્યા છે. જીવનમાં પિતા બનવાનું સુખ તેમને ઘણા લાંબા સમય બાદ મળ્યું છે. રાજેશે જણાવ્યું હતું કે, મારા માટે 50 વર્ષની ઉંમર બાદ પિતા બનવું ખૂબજ ચેલેંજિંગ હતું. પરંતુ હું આમાં એકલો નથી અને આવો પહેલો વ્યક્તિ પણ નથી.

રાજેશની પત્ની વંદનાએ જણાવ્યું કે, બહુ મુશ્કેલીઓ બાદ, જેમાં ત્રણ વાર મિસકેરેજ થયું, ત્રણ વાર સરોગેસી અપનાવી, ત્રણ વાર આઈવીએફ કરાવ્યું, ત્રણવાર આઈયૂઆઈ ફેલ ગયું, તેના 11 વર્ષ બાદ અમારા જીવનમાં વનરાજે જન્મ લીધો. હું મારી ખુશી વ્યક્ત જ નથી કરી શકતી.

રાજેશ અને કૃષ્ણાએ તેમના દીકરાનું નામ વનરાજ કૃષ્ણા રાખ્યું છે. રાજેશના જણાવ્યા અનુસાર, વંદના સાથેનાં લગ્નનાં 11 વર્ષ બાદ તે ફરી પિતા બન્યા છે. આ સફર બંને માટે બહુ મુશ્કેલ હતી અને તેમને આઇવીએફની મદદ લેવી પડી. પહેલાં વંદનાની કોખમાં જુડવા બાળકો હતાં, પરંતુ પછીથી ખબર પડી કે એક બાળકનો વિકાસ બહુ ધીમો છે અને પછી તેમને બચાવી ન શક્યા.

ઉલ્લેખનિય છે કે, રાજેશ ખટ્ટરે બે લગ્ન કર્યાં છે તેમની પહેલી પત્ની નીલિમા અઝીમ છે, જે ઈશાન ખટ્ટર અને શાહિદ કપૂરની માં છે. રાજેશ ખટ્ટરે ઈશાનનીમાં નીલિમા અઝીમને 2001 માં ડિવોર્સ આપી 2008 માં વંદના સજનાની સાથે લગ્ન કર્યાં હતાં.

રાજેશ ખટ્ટર શાહિદ કપૂરના સૌતેલા પિતા અને ઈશાન ખટ્ટરના અસલી પિતા છે. ઉલ્લેખનિય છે કે, નીલિમા ખટ્ટરે પહેલાં લગ્ન પંકજ કપૂર સાથે કર્યાં હતાં, જેમાં શાહિદનો જન્મ થયો હતો. ત્યારબાદ બીજાં લગ્ન રાજેશ ખટ્ટર સાથે કર્યાં, જેમાં ઈશાનનો જન્મ થયો.

રાજેશે સૂર્યવંશમ, ડોન, રેસ 2, ખેલાડી 786, મંજૂનાથ, ટ્રાફિક જેવી ઘણી બોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યું છે.

રાજેશ જર્મન, ફ્રેન્ચ ફિલ્મો અને ઘણી સિરિયલ્સમાં પણ એક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. રાજેશનું એક્ટિંગ કરિયર તો છે જ, સાથે-સાથે વોઇસ ઓવર કરિયર પણ બહુ સારું છે. આયરનમેનમાં અવાજ બનવાની સાથે-સાથે રાજેશે પાઇરેટ્સ ઓફ કેરેબિયનના કેપ્ટન જેક સ્પેરો, એક્સમેનના મેગ્નીટો, જંગલ બુકના અકેલા અને ઘોસ્ટ રાઇડરના જોની બ્લોઝ જેવા ઘણા રોલ માટે પોતાનો અવાજ આપ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page