Only Gujarat

National

ધૂળ પડે આવા જીવતરને, દીકરાએ સગા બાપના ચારિત્ર્ય પર ચિંધી આંગળી, વાંચીને થશે રૂંવાડાં ઊભા!

લખનઉઃ એક જ પરિવારના 6 લોકોની હત્યાના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લખનઉના બંથરા પોલીસ સ્ટેશનના ગંદોલી ગામમાં નાની વહુના સસરા સાથે આડાસંબંધ અને સંપત્તિના વિવાદને લઇને એક હૃદય કંપાવતી ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પરિવારમાં સૌથી મોટી મોટા દીકરાએ પોતાના વૃદ્ધ માતા-પિતા તથા નાના ભાઇ અને તેની પત્ની, ભત્રીજા-ભત્રીજી સહિત સમગ્ર પરિવારની હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનાને આરોપી મોટા ભાઇએ પોતાના પુત્રની સાથે મળી અંજામ આપ્યો હતો. પરિવારના 6 લોકોની હત્યા કર્યા બાદ આરોપી ખુદ બાઇક લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં પોલીસે તેની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ગત ગુરુવાર (30 એપ્રિલ)ની મોડી રાતે અમર સિંહ પોતાના યુપી સ્થિત ગામથી 400 મીટર દૂર ઉન્નાવ જિલ્લાના બિશનપુર ગામ સ્થિત પોતાના ખેતરમાં કામ કરી રહ્યાં હતા. એ સમયે અમર સિંહનો મોટો પુત્ર અજય સિંહ પોતાના 20 વર્ષના પુત્ર અવનીશની સાથે પહોંચ્યો અને અમર સિંહ સાથે ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો.

ગાળા-ગાળી દરમિયાન પિતા-પુત્રે વૃદ્ધ અમર સિંહ પર પોતાની નાની પુત્રવધુ સાથે આડાસંબંધનો આરોપ લગાવ્યો, જેના કારણે ખેતરમાંથી થયેલી ઉપજ પુત્રવધુને આપી દેવાના આરોપ સાથે મારપીટ શરૂ થઇ ગઇ.

મારપીટ બાદ અજયે પોતાના વૃદ્ધ પિતા અમર સિંહની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી. ત્યારબાદ બીજા ખેતરમાં કામ કરી રહેલા પરિવારના નાના પુત્ર અરુણ સિંહ પાસે પહોંચ્યો. અહીંયા અજય સિંહે નાના ભાઈ અરુણ અને તેની પત્ની રામસખી, તેના 9 વર્ષનો પુત્ર સૌરભ અને 2 વર્ષની સારિકાને પણ તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા.

પોલીસના જણાવ્યા પ્રમાણે અવનીશે પોતાના નાના કાકાને ધારદાર હથિયારથી માર્યા બાદ ગેરકાનૂની તમંચાથી ગોળી પણ મારી. 5 લોકોની હત્યા કર્યા બાદ બંને પિતા-પુત્ર ગુદોલી ગામ સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા.

ઘરે પહોંચતા જ ઘરના દરવાજા પર જ 65 વર્ષની વૃદ્ધ માતા રામદુલારી મળી, જેને પણ અજયે એક જ વારમાં મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસને હજુ તો 6 લોકોની હત્યાની જાણ થઇ જ હતી કે આરોપી પિતા-પુત્ર સામેથી બંથરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સરેન્ડર કર્યું.

બાદમાં જરૂરી કાર્યવાહી કર્યા બાદ પોલીસે તમામ મૃતદેહોના ભૈંસા કુંડમાં અંતિમ સંસ્કાર કરાવ્યા. એસીપી કૃષ્ણાનગર દિપક કુમાર સિંહના જણાવ્યા પ્રમાણે મૃતક અમર સિંહની પુત્રી ગુડ્ડીની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં આરોપીની પત્નીને પણ આરોપી બનાવવામાં આવી છે. હાલ પિતા-પુત્ર અને પત્ની જેલમાં બંધ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page