ભાઈથી બહેનનું અફેર સહન ન થયું, રાત્રે માર મારીને લીંબુના ઝાડ પર લટકાવી દીધી

એક હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફિલ્મ ‘સૈરાટ’નું પુર્નાવર્તન થયું છે. 22 વર્ષીય બહેનના અન્ય યુવક સાથેના પ્રેમ સંબંધમાં ભાઈએ આખી રાત તેને માર માર્યો અને ગળું દબાવીને મારી નાખી. ભાઈએ બહેને આત્મહત્યા કરી હોવાની વાત ઉપજાવી કાઢી હતી. તેણે બહેનની લાશને સાડી સાથે બાંધીને ઝાડ સાથે લટકાવી દીધી હતી.

મહારાષ્ટ્રના સકરી તાલુકાના નિઝામપુર વિસ્તારનો આ બનાવે છે. 24 વર્ષીય સંદીપ રમેશ હલોરને શંકા હતી કે તેની બહેન પુષ્પાનું કોઈની સાથે અફેર ચાલે છે. રાત્રે તેને માર મારીને હત્યા કરી નાખી હતી.

પોલીસને માહિતી મળતાં જ હટ્ટી ગામડે આવી હતી. આરોપી સંદીપ ગામમાં જ હતો અને પોલીસે તેને પૂછપરછ કરી હતી. પહેલાં તેણે નાટક કર્યું પરંતુ કડકાઈથી પૂછપરછ કરી તો તેણે હત્યા કરી હોવાની વાત કબૂલી હતી.

પોલીસે કહ્યું હતું કે બહેનને માર્યા બાદ ગળું દબાવ્યું હતું. પોલીસથી બચવા માટે લીંબુના ઝાડમાં લટકાવી દીધી હતી. ત્યારબાદ ભાઈએ બહેને આત્મહત્યા કરી હોવાનું કહ્યું હતું.

ગામના લોકોએ કહ્યું હતું કે અંતિમ સંસ્કારમાં બહેનના શરીર પર ઈજાના ઘા સ્પષ્ટ જોઈ શકાતા હતા. આ ઉપરાંત અંતિમ સંસ્કારમાં સાડી પણ સળગાવી દીધી હતી. પોલીસે આ કેસને ઉકેલવા આરોપી ભાઈની ધરપકડ કરી હતી. સકરી કોર્ટે ભાઈને રિમાન્ડ પર મોકલ્યો છે.

You cannot copy content of this page