Only Gujarat

FEATURED National

લૉકડાઉનમાં ભારતમાં કુદરતનું દુલ્હનની જેમ ખીલ્યું સૌંદર્ય, જોતા જ દિલ ખુશ થશે!

કોલકાતાઃ લોકડાઉનના કારણે લોકો ઘરમાં કેદ છે પરંતુ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં લોકો માટે લોકડાઉનની દરેક સવાર હાલ થોડી ખાસ બની ગઇ છે. આ પાછળ કારણ એ છે કે દુનિયાનો ત્રીજા નંબરનો પર્વત કંચનજંગા. જે હાલ સિલીગુડીના લોકોને પોતાના ઘરેથી નજર આવે છે.

વાત એવી છે કે સિલીગુડીથી દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી ઉંચો પર્વત કંચનજંગા સ્પષ્ટ રીતે દેખાય છે. આ તસવીરો કેટલાક સ્થાનિક લોકોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, જે વાયરલ થઇ રહી છે.

લોકોનું કહેવું છે કે અનેક વર્ષો બાદ કંચનજંગા પર્વતની ટોચ સિલીગુડીથી આટલી સ્પષ્ટ દેખાઇ રહી છે. લોકોનું કહેવું છે કે આ પહેલા પ્રદુષણના કારણે કંચનજંગા પર્વતની ટોચ આટલી સ્પષ્ટ નજર આવતી નહોતી. હવા સાફ હોવાને કારણે હવે તે સરળતાથી દેખાઇ રહી છે.

રાકા બેનર્જીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે સિલીગુડીથી કંચનજંગા પર્વતની ટોચ સ્પષ્ટ દેખાઇ રહી છે. મે છેલ્લે મારા બાળપણમાં કંચનજંગા પર્વત આટલો ચોખ્ખો જોયો હતો. ત્યારબાદ લોકડાઉનમાં જોઇ રહી છું.

સૌરદીપ ભટ્ટાચાર્યએ પોતાના ટ્વિટર પર કંચનજંગા પર્વતની ટોચની તસવીર શૅર કરીને જણાવ્યું હતું કે બંગાળના અલીદવારપુર શહેરથી પણ કંચનજંગા દેખાઇ રહી છે.

અતુલ પારાશરે ટ્વિટર પર કંચનજંગા પર્વતની ટોચની તસવીર શેર કરી જણાવ્યું કે તેમણે આટલો સ્પષ્ટ કંચનજંગાનો નજારો 1980થી 1983 દરમિયાન જોયો હતો ત્યારે તેમના પિતા બિનાગુરી કેન્ટમાં પોસ્ટેડ હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page