Only Gujarat

FEATURED International

લૉકડાઉનમાં આ ઢીંગલીઓનો ભાવ પહોંચી ગયો 2 લાખ સુધી, ખરીદીમાં લાગી હોડ

સિડનીઃ કોરોના કાળમાં લોકોને અનેક પ્રકારની નવી સ્થિતિ જોવા મળી રહી છે. કોઈએ નહોતું વિચાર્યું કે એવો સમય આવશે જ્યારે જીવ બચાવવા માટે લોકોએ ઘરમાં રહેવું પડશે. અનેક મહિનાઓ સુધી દેશમાં સંપૂર્ણ લૉકડાઉન રહેશે. આ દરમિયાન લોકો એકબીજાના સંપર્કમાં આવવાથી બચતા નજર આવ્યા. લૉકડાઉનમાં જો કોઈ વસ્તુ પર સૌથી વધુ અસર થઈ છે તો તે છે લોકોની માનસિક સ્થિતિ પર. અનેક લોકો ડિપ્રેશનનો શિકાર પણ થયા. જોકે આ એકલતામાં પણ લોકોએ ઉપાય શોધી લીધો. હાલમાં જ આવેલા એક નવા રિપોર્ટ પ્રમાણે, લૉકડાઉન દરમિયાન સેક્સ ડૉલ્સનો બિઝનેસ ઘણો ફૂલી ફાલી રહ્યો છે. એવામાં અનેક લોકો જેમને માણસોની ઉણપ વર્તાઈ તેમણે આ ડૉલ્સથી પોતાનું મન બહેલાવ્યું. રિપોર્ટ્સના પ્રમાણે, અનેક ડૉલ્સ તો લાખોમાં ખરીદવામાં આવી.

સેક્સ ડૉલ્સની ખરીદી કોરોનામાં ઘણી વધારે થઈ. આ દરમિયાન લૉકડાઉનમાં અનેક લોકો એકલા પડી ગયા હતા, તેમના માટે તે વરદાન સાબિત થયું. યાહૂ ન્યૂઝને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં સેક્સ ડૉલ્સની કંપનીના માલિક ઑસ્ટ્રેલિયન રયાન જેમ્સે કહ્યું હતું કે આ દરમિયાન લોકોને સેક્સ ડૉલ્સમાં ઘણો રસ જાગ્યો. છેલ્લા કેટલાક મહિનામાં તેના વેચાણમાં જબરદસ્ત ઉછાળો નજર આવ્યો.

લોકો ઑનલાઈન સેક્સ ડૉલ્સ જોઈને ઑર્ડર કરી રહ્યા છે. રયાને કહ્યું હતું કે લોકો માણસ સાથે ફિઝિકલ થવાનું રિસ્ક લેવા કરતા આ રમકડા સાથે મન મનાવવાનું પસંદ કરે છે. આ સેફ છે અને લોકો માટે સરળ પણ. રયાનના પ્રમાણે, છેલ્લા 8 અઠવાડિયામાં સેક્સ ડૉલ્સના બજારમાં 35 ટકાનો વધારો જોવામાં આવ્યો છે. લોકો આ રમકડા માટે લાખોનો ખર્ચ કરી રહ્યા છે.

રયાને જાણકારી આપી કે માર્કેટમાં આ સેક્સ ડૉલ્સ દોઢથી બે લાખ રૂપિયાની રેન્જમાં મળે છે. અનેક ડૉલ્સ તો ચીનની ફેક્ટરીથી બનીને આવે છે. રયાને વધુમાં જણાવ્યું કે કંટાળાથી બચવા માટે આઈસોલેશન દરમિયાન એકલતાથી બચવા માટે લોકો આ ડૉલ્સને ખરીદી રહ્યા છે.

યાહૂએ કરેલા સર્વેના પ્રમાણે, સેક્સ ડૉલ્સનું બજાર માત્ર ઑસ્ટ્રેલિયામાં જ નહીં પરંતુ, અમેરિકા અને યૂકેમાં પણ વધ્યું છે. માર્ચથી એપ્રિલની વચ્ચે આ કારોબારમાં 30 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

You cannot copy content of this page