Only Gujarat

Bollywood

દીકરાને જન્મ આપ્યા બાદ સંધ્યા બિંદણીનું વજન થઈ ગયું હતું 73 કિલો જેટલું!

મુંબઈ: જાણીતા ટીવી શો ‘દિયા ઔર બાતી હમ’માં સંધ્યા બિંદણીનો કિરદાર નિભાવીને ઘરે-ઘરે ફેમસ થયેલી અભિનેત્રી દીપિકા સિંહ હવે 3 વર્ષના દીકરાની માતા છે. 20 મે 2017ના દિવસે દીપિકાએ દીકરા સોહમને જન્મ આપ્યો હતો. પ્રેગનન્સી પીરિયડ દરમિયાન દીપિકાનું વજન વધી ગયું હતું અને તેના કારણે સોશિયલ મીડિયા પર લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા હતા. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં દીપિકાએ બૉડી શેમિંગના કારણે ટ્રોલ થવા પર પોતાના એક્સપીરિયન્સ શેર કર્યો હતો.

દીપિકા સિંહના પ્રમાણે, ઝડપથી વજન વધી જવાના કારણે લોકોએ તેની મજાક ઉડાવવાનું શરુ કરી દીધું. તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવતી હતી. દીકરાના જન્મ સમયે તેનું વજન 73 કિલો જેટલું થઈ ગયું હતું. એક દિવસ તેણે પોતાના જન્મદિવસ પર એક ફોટો શેર કર્યો અને લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું અને નેગેટિવ કમેન્ટ્સ કરી હતી.

મહેણા મારવા અને નેગેટિવ કમેન્ટ્સ કરતા લોકોને એ વાતનો પણ ખ્યાલ ન રાખ્યો કે તેઓ જેને ટ્રોલ કરી રહ્યા છે, તેનો જન્મ દિવસ છે. એક શખ્સે કહ્યું કે, તમે આટલા સારા અભિનેત્રી છો, તમારે રાહ જોવાની હતી, હવે તમને કોઈ કોલ નહીં કરે. જરા જુઓ, કેટલા ગંદા લાગી રહ્યા છે.

દીપિકાના પ્રમાણે, તેણે ટ્રોલર્સની વાતને ગંભીરતાથી લીધી અને એ બાદ નિર્ણય કર્યો કે હવે તે જીમ જૉઈન કરીશ. જે બાદ તે રેગ્યુલર જીમ જવા લાગી. તેણે ટ્રૉલર્સના કમેન્ટ્સના સ્ક્રીન શોટ્સ મોબાઈલ પર રાખી લીધા હતા. દીપિકાના પ્રમાણે, તેને જ્યારે જીમ જવાની આળસ આવતી હતી તો તે કમેન્ટ્સ જોઈ લેતી હતી. જે બાદ તેની અંદર એક નવી ઊર્જા આવી જતી હતી. તેણે ખૂબ જ કાર્ડિયો અને સાઈકલિંગ કર્યું.

જે બાદ તેણે જિમમાં વર્કઆઉટ કરવામાં મજા આવવા લાગી. સાથે જ તેણે ભોજનમાં ખૂબ જ ધ્યાન રાખ્યું. ફાઈનલી, તેણે વજનને કંટ્રોલ કરીને એ ટ્રોલર્સને જવાબ આપ્યો. ઉલ્લેખનીય છે કે દીપિકાએ 2 મે, 2014ના ડાયરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કર્યા. હતા. લગ્નના 3 વર્ષ બાદ એટલે કે મે, 2017માં તેણે દીકરા સોહમને જન્મ આપ્યો હતો.

દીપિકા સિંહે ‘દિયા ઔર બાતી હમ’ શોથી એક્ટિંગની દુનિયામાં પગ રાખ્યો હતો. જેમાં તેણે 2011 થી 2016 સુધી મુખ્ય કિરદાર નિભાવ્યો હતો. આ શોમાં તેણે સંધ્યા રાઠીની ભૂમિકા નિભાવી હતી, જે બાદ તે સંધ્યા બિંદણીના નામે જાણીતી થઈ ગઈ.

‘દિયા ઔર બાતી હમ’ની સાથે દીપિકાએ ‘નચ બલિએ-6’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કવચ’માં પણ કામ કર્યું છે. હાલમાં જ દીપિકાની માતાને કોરોના થઈ ગયો હતો, જેના પર તેણે વીડિયો શેર કરીને મદદ માંગી હતી.

You cannot copy content of this page