Only Gujarat

FEATURED National

હાય રે મજબૂરી…આ તસવીરો જોયા બાદ આંખોમાંથી એકવાર તો જરૂરથી પાણી આવશે એ નક્કી!

નવી દિલ્હીઃ લોકડાઉન દરમિયાન એક Video સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. Videoમાં એક વ્યક્તિ થાળીમાં ઘાસ મૂકીને ખાતો નજરે આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલો Video 5 મિનિટનો છે. આ Videoમાં બતાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિ પહેલા ઘાસ ખાય છે, જે બાદ તે ઘાસને કોઇપણ રીતે ચાવી રહ્યો છે અને પાસે રહેલી પાણીની બોટલમાંથી પાણી પીવે છે. તે બાદ તે ત્યાં જ સુઇ જાય છે. આ Video સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઇ રહ્યો છે.

આ Video વૉટ્સએપ ગ્રુપમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જે બાદ આ Videoની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ વ્યક્તિ ગુરુગ્રામમાં દૂરસંચાર કંપની બીએસએનએલમાં સુરક્ષાકર્મી તરીકે કામ કરે છે. પાછલા મહિનાની સેલરી ના મળવાના કારણે તે મજબૂરીમાં ઘાસ ખાઇ રહ્યો છે.

તે બાદ જ્યારે બીએસએનએલ કંપનીના ગાર્ડને સંપર્ક સાધવામાં આવ્યો તો સુરક્ષાકર્મીએ જણાવ્યું કે તેનું નામ સંજીવ છે અને મૂળ પંજાબનો રહેવાસી છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવા માટે તે પંજાબથી ગુરુગ્રામ આવ્યો હતો.

સુરક્ષાકર્મી સંજીવે જણાવ્યું કે આ કંપનીમાં સુરક્ષાકર્મી તરીકે કામ કરતાં પહેલાં તે એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકેની નોકરી કરતો હતો પરંતુ ત્યાંથી નોકરી છોડ્યા બાદ તે બીએસએનએલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરવા લાગ્યો. પરંતુ સિક્યોરિટી કંપનીએ બે મહિનાથી અત્યાર સુધી સેલરી નથી આપી, જેથી પરેશાન થઇને તે ઘાસ ખાવા મજબૂર બન્યો છે.

બીએસએનએલમાં કામ કરતાં સુરક્ષાકર્મી દેસરાજ, પરવીન અને રામ સિંહે આરોપ લગાવ્યો કે જ્યારે આ લોકો રૂપિયા માટે પોતાના સિક્યોરિટી ઇન્ચાર્જ સાથે વાત કરે છે તો તે પગાર આપી દેશે તેમ કહીને વાત ટાળી દે છે.

તે બાદ આ સિક્યોરીટી એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ જાય તો બીજા સિક્યોરીટીના આવી જવાથી એજન્સી બદલાઇ જાય છે પરંતુ ત્યાં ગાર્ડ અને બાકી સેલરી રહી જાય છે. પાછલી સિક્યોરીટી કંપની તમામ ગાર્ડના રૂપિયા લઇને ચુપચાપ નીકળી જાય છે. ત્યાં લોકોનું કહેવું છે કે એક તરફ દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યાં બીજી તરફ કેટલાંક લોકો એવા પણ છે જે ગરીબોના રૂપિયા ખાઇ રહ્યાં છે.

અહીં કેટલાંક ગાર્ડ એવા પણ છે જેને કંપનીએ રૂપિયા આપવાનું બંધ કરી દીધું છે. ત્યાં એક ગરીબ ગાર્ડે જણાવ્યું કે અમે કોરોનાથી તો પછી મરીશું પરંતુ પહેલાં ભૂખથી જરૂર મરી જઇશું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page