Only Gujarat

Sports

રોગપ્રતિકારક શક્તિ હોય છે બે પ્રકારની, કોરોનાવાઈરસની સારવારમાં આ રીતે બનશે અસરકારક

નવી દિલ્હીઃ આખી દુનિયામાં કોરોનાનો કહેર યથાવત છે અને ભારતમાં પણ તેના મામલા સતત વધતા જઈ રહ્યા છે. હજી સુધી આ મહામારીની વેક્સિન બની નથી અને હાલમાં બચાવ જ તેનો ઈલાજ છે. કોરોનાથી બચવા માટે સાફ-સફાઈ ઉપરાંત ખાવા-પીવા ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે, જેથી ઈમ્યૂનિટીને મજબૂત બનાવી શકાય.

COVID-19ની સારવાર કરાવી રહેલાં દર્દીઓએ એવું સમજવું જોઈએ નહી કે, તેઓ હવે પુરી રીતે સુરક્ષિત છે. અને તેમને ફરીથી સંક્રમણ લાગી શકે નહી. સીડીસી (Center for Disease Control and Prevention)નું કહેવું છેકે, સૌથી વધારે લોકોને લાગે છેકે,ઈમ્યૂનિટી તેમને પુરી રીતે બચાવે છે.પરંતુ વાસ્તવમાં તેની ભૂમિકા બહુજ વધારે જટિલ છે.

આપણે કોઈ પણ બીમારીથી કેવી રીતે બચી શકીએ? શરીરમાં બનેલાં એન્ટીબૉડી અથવા પ્રોટીનને કારણે ઈમ્યૂનિટી આવે છે, જે શરીરમાંથી ઝેરી તત્વો અથવા વિષાણુઓને નષ્ટ કરે છે, આ એન્ટીબોડી શરીરને કોઈ પણ બીમારી સામે બચાવવાનું કામ કરે છે. આ પ્રકારની એન્ટીબૉડી વિશેષ રૂપથી અલગ-અલગ બીમારીઓ માટે બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે, ફ્લૂની દવા કોરોના વાયરસનાં એન્ટીબૉડી તરીકે કામ કરી રહી નથી.

બે પ્રકારની ઈમ્યૂનિટીઃ આપણી ઈમ્યૂન સિસ્ટમ બે ભાગોમાં વહેંચાયેલી હોય છે. એક્ટિવ અને પેસિવ એટલે કે, સક્રિય અને નિષ્ક્રિય ઈમ્યૂનિટી. બંનેની વચ્ચેનું અંતર આ વાત ઉપર નિર્ભર કરે છે કે, શરીરમાં એન્ટી બોડી બન્યા બાદ આ વાયરસ બેક્ટેરિયાને રોકવામાં કેવી રીતે કામ કરે છે. આ ઉપરાંત એ વાત ઉપર પણ નિર્ભર કરે છે કે, એન્ટીબૉડી શરીરને ક્યાં સુધી બીમારીમાંથી બચાવીને રાખી શકે છે. ધ્યાન આપવાની વાત એ છે કે, COVID-19થી બચવા માટે આ બંને ઈમ્યૂનિટી મહત્વની ભૂમિકા છે.

એક્ટિવ ઈમ્યૂનિટી શું છે? : સીડીસીના જણાવ્યા અનુસાર, એક્ટિવ ઈમ્યૂનિટી એટલે કે સક્રિય પ્રતિરક્ષા ત્યારે વિકસિત થાય છે, જ્યારે કોઈ પણ બીમારી સામે લડવા માટે શરીર ઈમ્યૂન સિસ્ટમને તે બીમારીના એન્ટીબૉડી બનાવવા માટે પ્રેરિત કરે છે. આ બે રીતે થઈ શકે છે, પ્રથમ તે બીમારીનાં સંક્રમણ દ્વારા , જેને નેચરલ ઈમ્યુનિટી કહે છે. અને બીજુ રસી દ્વારા (જે શરીરમાં એન્ટીબૉડી બનાવવાનું કામ કરે છે). તેને વેક્સિનવાળી ઈમ્યૂનિટી પણ કહે છે.

એક્ટિવ ઈમ્યૂનિટી શરીરમાં તરત જ નથી આવતી અને તેને વિકસિત થવામાં કેટલાંક સપ્તાહ લાગી શકે છે. આ જ કારણે સૌથી વધારે ડૉક્ટર ફ્લૂની મોસમ શરૂ થવાના પહેલાં જ તેની રસી લગાવવા માટે સલાહ આપે છે.

જોકે, COVID-19થી બચવા માટે ઈમ્યૂનિટીની ભૂમિકા પર હજી વધારે રિસર્ચ કરવાની જરૂર છે. વેક્સિનથી બનેલી ઈમ્યૂનિટી પર ઘણા પ્રકારનાં સવાલ ઉઠાવવામાં આવે છે. તો સંશોધનકારો હવે તે દર્દીઓની ઈમ્યૂનિટી ઉપર પણ નજર રાખી રહ્યા છે, જેઓ કોરોનામાંથી સ્વસ્થ થઈને પાછા ફર્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ, આ વાતની જાણકારી હજી સુધી મળી નથી કે, COVID-19ના દર્દીઓ સ્વસ્થ થયા બાદ ફરીથી સંક્રમિત થઈ શકે છે અને આ વાયરસથી લડવા માટે તેમનામાં કેવી ઈમ્યૂનિટી રહી છે. WHOનું કહેવું છે કે, જે વ્યક્તિનાં શરીરમાં પુરી રીતે એન્ટીબોડીઝ વિકસિત થઈ ચુકી છે. તેઓ થોડા સમય માટે સુરક્ષિત રહી શકે છે. પરંતુ આ સુરક્ષાની કોઈ સમય સીમા નક્કી નથી.

પેસિવ ઈમ્યૂનિટી શું છે?: એક્ટિવ ઈમ્યૂનિટીમાં શરીર પોતાની પ્રતિરક્ષા પ્રણાલીનાં માધ્યમથી જ બીમારી માટે એન્ટીબૉડીનું ઉત્પાદન કરે છે. તેમ નિષ્ક્રિય પ્રતિરક્ષા એટલે કે પેસિવ ઈમ્યૂનિટીમાં કોઈ વ્યક્તિને સીધી રીતે એન્ટીબૉડી આપવામા આવે છે. તે ગર્ભાશયમાં અથવા એન્ટીબૉડી યુક્ત બ્લડ પ્રોડક્ટ દ્વારા આપવામાં આવે છે. જેમકે, ઈમ્યૂનો ગ્લોબ્યુલિન જે શરીરને કોઈ ખાસ બીમારીમાંથી તરત સુરક્ષિત કરવાનું કામ કરે છે. જેમ કે, હેપેટાઈટિસ એની વેક્સિન ના લગાવવામાં આવે ત્યારે દર્દીને ઈમ્યૂનો ગ્લોબ્યુલિન આપી શકાય છે.

પેસિલ ઈમ્યૂનિટીનો મોટો લાભ એ છે કે, તે તત્કાલ સુરક્ષા આપે છે. પરંતુ પેસિવ ઈમ્યૂનિટી શરીરમાં લાંબા સમય સુધી રહી શકતી નથી. સીડીસી મુજબ, તે અમુક સપ્તાહ કે મહિનાઓની અંદર પોતાની અસર ખોઈ દે છે.

પેસિવ ઈમ્યૂનિટી COVID -19ની સારવારમાં મદદગાર સાબિત થઈ શકે છે. તે મુખ્યરૂપથી કોરોનાથી સ્વસ્થ થઈ ચૂકેલાં દર્દીઓને કોન્વેસેન્ટ સીરમ અથવા બ્લડ પ્લાઝ્મા દ્વારા કરવામાં આવે છે. વાસ્તવમાં, કોરોના વાયરસથી સ્વસ્થ થઈ ચૂકેલાં દર્દીઓનાં લોહીમાં એન્ટીબૉડી વિકસિત થઈ જાય છે અને આ એન્ટીબોડીથી બીજા સંક્રમિત વ્યક્તિની સારવાર થઈ શકે છે.

COVID-19ની સારવાર માટે કોન્વેસેંટ પ્લાઝ્મા ટ્રીટમેન્ટ પર હજી પણ ઘણા અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેનો હજી પણ નિયમિત ઉપચારની જેમ ઉપયોગ કરાઈ રહ્યો નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page