Only Gujarat

FEATURED Religion

25મીએ થશે રાશિ પરિવર્તન, બુધ સાથે બન્યો બુધાદિત્ય યોગ, આ રાશિઓના જાતકો બનશે માલામાલ

નવી દિલ્હીઃ યુવરાજ બુધ 25 એપ્રિલની સવારે 5 વાગે 31 મિનિટે પોતાની નીચ રાશિ મીનની યાત્રા પૂરી કરી મંગળની રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે, અહીં એ ઉચ્ચ રાશિમાં પ્રયાણ કરવાના કારણે નીચ રાશિથી મુક્ત થઈ જશે. મેષ રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ તે પહેલાંથી જ ત્યાં બિરાજમાન સૂર્ય સાથે યુતિ કરશે અને 9 મેની સવારે 9 વાગે 45 મિનિટે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુધના રાશિ પરિવર્તન સમયે સૂર્ય મેષ રાશિમાં 11 અંશનો ભોગ કરી ચૂકેલ હશે અને બુધ શૂન્ય અંશથી શરૂઆત કરશે. આ રીતે સૂર્ય અને બુધ વચ્ચેનું અંતર 11 અંક કરતાં પણ વધારે રહેશે અને આ વિશુદ્ધિ બુધાદિત્ય યોગ નિર્મિત થશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય અને બુધ દ્વારા નિર્મિત બુધાદિત્ય યોગ્ય બનવા અથવા તેના પૂર્ણફળીભૂત થવા માટે સૂર્ય અને બુધ વચ્ચેનું અંતર 10 અંક કરતાં વધારે ન હોવું જોઇએ. કોઇપણ જાતકની જન્મકુંડળીમાં જો સૂર્ય અને બુધ એકસાથે છે તો આ યોગ અને છે, જે ખૂબ જ શુભ ફળ આપે છે. આ યોગમાં જન્મ લેનાર જાતક વિદ્વાન, ધનવાન, માન સન્માન મેળવનાર અને યશસ્વી હોય છે પરંતુ જ્યોતિષીએ ફળ દર્શાવતી વખતે તેમની વચ્ચેના અંશાત્મક અંતરનું પણ ઊંડું અધ્યયાન કરવું જોઇએ. બધી જ બાર રાશિઓ પર બુધાદિત્ય યોગનો પ્રભાવ કેવો રહેશે એ વિશે જોઇએ અહીં.

મેષ: તમારી રાશિ પર બનનારો આ યોગ એક વરદાન સમાન છે. જો તમે વિદ્યાર્થી હોવ તો શિક્ષણની સ્પર્ધામાં તમને સારી સફળતા મળવાના યોગ છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારની મુખ્ય સંસ્થાઓમાં નોકરી ઈચ્છતા હોવ તો આ સારો સમય છે. નોકરીમાં પ્રમોશન મળવાના અને નવી નોકરીના યોગ બનશે, અટકેલું ધન પાછું આવશે અને સમાજમાં વર્ચસ્વ વધશે. કોર્ટ-કચેરીની બાબતોમાં નિર્ણય તમારા પક્ષે આવવાના યોગ છે.

વૃષભ: તમારી રાશિના બારમા ભાવમાં બનેલ આ યોગ તમને મિશ્ર પરિણામ આપશે. વધારે પડતા ખર્ચથી આર્થિક તંગીનો સામન કરવો પડી શકે છે પરંતુ વિદેશી વ્યક્તિ અથવા વિદેશી કંપનીઓમાં નોકરી માટે અપ્લાય કરવા માટે સારો સમય છે. વિદેશ પ્રવાસ માટે વિઝા વગેરે માટે અપ્લાય કરવા ઇચ્છતા હોય તો, આ તકનો લાભ ઉઠાવી લો. સ્વાસ્થ્યનું, ખાસ કરીને ડાબી આંખનું ધ્યાન રાખો. યાત્રા સાવધાનીપૂર્વક કરો અને દુર્ઘટનાથી સાચવવું.

મિથુન: તમારા લાભ ભાવમાં બનેલ આ યોગ તમારા માટે આવકનાં એક કરતાં વધારે સાધન ઊભાં કરશે. તમે કરેલ નિર્ણયોનાં વખાણ થશે. કોઇ નવો વ્યાપાર શરૂ કરવા ઇચ્છતા હોય તો, તમારી યોજનાઓને અંતિમ ઓપ આપો. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડવા ના દો અને પરિવારના સભ્યો સાથે પણ મતભેદ ના થવા દો. સંતાન સંબંધિત ચિંતાથી મુક્તિ મળશે અને નવ દંપતિ માટે સંતાન અને પ્રાદુર્ભાવ યોગ પણ છે.

કર્ક – રાશિના દશમ ભાવમાં બનનાર આ યોગ કામ-કાજ અને વ્યાપારમાં ઉન્નતિનો માર્ગ પ્રદાન કરશે. તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય અને કામનાં વખાણ થશે અને સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સરકારી નોકરી માટે અરજી કરવા ઇચ્છતા લોકો માટે સારો સમય છે. જોકે, માતા-પિતાના સ્વાસ્થ્ય બાબતે આ યોગ પ્રતિકૂળ રહી શકે છે પરંતુ શાસન સત્તાનો સદઉપયોગ કરી કાર્યો કરશો તો સફળતાનો ગ્રાફ ઊંચો જ રહેશે.

સિંહ – રાશિથી ભાગ્યભાવમાં નિર્મિત થનાર આ યોગથી ધર્મ-કર્મ અને સમાજ સેવા પ્રત્યે તમારું વલણ વધારશે. વિદેશ યાત્રા સંબંધિત કાર્યો પૂરાં કરાવા ઇચ્છો અથવા કોઇપણ નિર્ણય લેવા ઇચ્છો તો, તમારા પક્ષે રહેશે. સ્પર્ધામાં સારી સફળતા મળશે અને સંતાનપ્રાપ્તિ થશે. નવદંપતિ માટે સંતાનપ્રાપ્તિની સાથે પ્રાદુર્ભાવ યોગ પણ છે. તમારી સાહસ શક્તિના બળે તમે મુશ્કેલ પરિસ્થિતિને પણ સામાન્ય કરી લેશો, પરંતુ જિદ અને આવેશ પર નિયંત્રણ રાખવું.

કન્યા – રાશિના અષ્ટમ ભાવમાં બનેલ આ યોગ તમને મિશ્ર પરિણામ આપશે. આ યોગ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પ્રતિકૂળ રહી શકે છે, માટે અગ્નિ, વિષ અને દવાઓના રિએક્શનથી બચવું પડશે. કાર્યક્ષેત્રમાં ષડયંત્રના શિકાર થવાથી બચવું પડશે. ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ ના થવા દો. આ જ યોગના ફળ સ્વરૂપે તમે સાહસી બનશો અને વિષમ પરિસ્થિતિઓમાં પણ વિજય મળશે. તમારું વ્યક્તિત્વ પણ નિખરશે.

તુલા – રાશિના સપ્તમ ભાવમાં બનનાર આ યોગ તમારા માટે સૌભાગ્ય સૂચક સાબિત થશે. લગ્ન સંબંધિત વાતચીતમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે ચૈતન્ય રહો, શરીરમાં કેલ્શિયમની ઉણપ ના થવા દો. રોજિંદા વ્યાપારીઓ માટે આ સમય એક વરદાન સમાન છે. વ્યાપારમાં વૃદ્ધિ માટે સતત પ્રયત્ન કરતા રહો. સાસરી પક્ષેથી સહયોગ મળશે. વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી માટે અરજી કરવાનો અનુકૂળ સમય છે.

વૃશ્ચિક – રાશિના છઠ્ઠા શત્રુભાવમાં આ યોગ તમને શત્રુમર્દી બનાવશે. કોઇ નવી યોજના શરૂ થવાનો અવસર પણ મળશે, પરંતુ આ યોજના જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી તેને સાર્વજનિક ના થવા દો, નહિતર અડચણ આવી શકે છે. વધારે પડતા દેવા કે લેણ-દેણથી બચવું. મોસાળ પક્ષમાંથી સારા સમાચાર મળશે અને કોર્ટ-કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષે આવવાના સંયોગ છે, છતાં ગુપ્ત શત્રુઓથી સાચવવું. વાહન સાચવીને ચલાવવું.

ધન – રાશિથી પંચમ વિદ્યા ભાવમાં આ યોગ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ છે તો નોકરી માટે અરજી કરવા ઇચ્છતા લોકો માટે અતિ ઉત્તમ છે. સંશોધન અને રચનાત્મક કાર્યોમાં કોઇ મોટી સફળતાના યોગ છે, પ્રેમ સંબંધો ગાઢ બનશે, પ્રેમ લગ્ન કરવા ઇચ્છતા હોય તો, અડચણો દૂર થશે. બહું દિવસોથી ચાલી આવતી સંતાન બાબતની ચિંતા પૂરેપૂરી દૂર થશે. નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવ યોગ પણ છે.

મકર – રાશિના ચતુર્થ ભાવમાં બનનાર આ યોગ મિશ્ર ફળ આપશે. કેટલાક પારિવારિક ઝગડાથી માનસિક અશાંતિના સંકેત છે અટલે ઝઘડાથી બચવું. માતા-પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું. યાત્રા સમયે સામાન ચોરી ના થાય, એ માટે સાવચેત રહેવું. કોર્ટ-કચેરીના કેસનું બહાર સમાધાન થાય એ જ યોગ્ય રહેશે. રોજગારની દિશામાં કરવામાં આવેલ પ્રયત્નો સફળ રહેશે. વિદેશી મિત્રો અથવા વિદેશી કંપનીઓથી સહયોગ અને નવા ચાન્સ મળવાના યોગ છે.

કુંભ – રાશિથી પરાક્રમ ભાવમાં બનનાર આ યોગ તમને ઉર્જાવાન બનાવશે, કોઇપણ મોટું કાર્ય શરૂ કરવા ઇચ્છતા હોય અથવા નિર્ણય લેવા ઇચ્છતા હોય તો, દ્રઢતાથી આગળ વધો, સફળતાની શક્યતા વધારે છે. પોતાની જિદ અને આવેશ પર નિયંત્રણ રાખો અને પરિવારના મોટા સભ્યો, ખાસ કરીને મોટા ભાઇઓ સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખો. ધર્મ-કર્મની બાબતમાં આગળ આવીને ભાગ લેશો. વિદેશી નાગરિકતા માટે વીઝા માટે અપ્લાય કરવાનો અનુકૂળ સમય છે.

મીન – રાશિથી ધનભાવમાં બનનાર આ યોગ આકસ્મિક ધનપાર્પ્તિનો યોગ બનાવશે. ક્યાંકથી અટકી પડેલ ધન આવવાની શક્યતા છે. જો ટ્રેડિંગનો વ્યાપાર કરતા હોય તો તેમાં પણ સફળતા મળવાની આશા વધારે છે. સ્વાસ્થ્ય, ખાસ કરીને આંખોનું ધ્યાન રાખો અને દવાઓના રિએક્શનનું જોખમ છે એટલે સાવચેત રહેવું. સંશોધન અને નવી શોધનાં કાર્યોમાં સફળતા મળશે. ઉચ્ચાધિકારીઓ સાથેના સંબંધ મધુર બનશે અને પોતાની વાણી પર નિયંત્રણ રાખવું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page