Only Gujarat

Business FEATURED

પાન કાર્ડ સાથે જોડાયેલા આ નિયમો તમે નહીં જાણતા હોવ તો થશે આટલા રૂપિયાનો દંડ

નાણામંત્રીએ હાલમાં જ તાત્કાલિક ઈ-પાન કાર્ડ બનાવવાની સુવિધા આપી છે. જેનાથી નવું પાન કાર્ડ બનાવવાનું ન માત્ર સરળ થઈ ગયું છે, પરંતુ તેના માટે કોઈ દસ્તાવેજની પણ જરૂર નથી અને આ સુવિધા મફત છે. આવકવેરા વિભાગના જણાવ્યા પ્રમાણે, નવું ઈ-પાન કાર્ડ જૂના લેમિનેટેડ પાનકાર્ડ જેવું બનાવવામાં આવ્યું છે. જો કે, આવકવેરાના નિયમો અંતર્ગત કોઈ ઈ-ફાઈલિંગ પોર્ટલથી નવું પાનકાર્ડ બનાવવા માટે આધાર કાર્ડનો ઉપયોગ ન કરી શકે. એવામાં ઈ-પાનકાર્ડ બનાવતા પહેલા આ વાતોનું ધ્યાન રાખવું જરુરી છે.

બે પાન કાર્ડ પર 10 હજારનો દંડ
જેની પાસે પહેલાથી બે પાનકાર્ડ છે તેઓ તત્કાલ ઈ-પાન માટે આવેદન ન કરી શકે. જો આવેદન કરીને નવું પાન કાર્ડ બનાવી લીધું અને તમારી પાસે બે પાનકાર્ડ પકડાઈ જાય છે તો, તમને 10 હજારનો દંડ થઈ શકે છે.

માન્ય આધાર કાર્ડ હોવું જરૂરી
આવેદન કરવા માટે માન્ય આધાર કાર્ડ હોવું જરૂરી છે. આવકવેરા વિભાગ ભારતીય વિશિષ્ટ પહેચાન પ્રાધિકરણની તમામ ઓળખ સંબંધી વિવરણ પ્રાપ્ત કરવાની અને ઈ-કેવાઈસી પૂરું કરવાની તમામ જાણકારી માંગે છે. આવેદન દરમિયાન કોઈ પણ ફૉર્મ ભરવાની જરૂર નથી અને ન તો દસ્તાવેજ જમા કરાવવાની.

ઈ-કેવાઈસી માટે મોબાઈલ નંબર જરૂરી
આ સુવિધા માટે માત્ર આધાર કાર્ડ હોવી જરૂરી નથી. ખરેખર, મોબાઈલ નંબરને 12 આંકડાના નંબર સાથે જોડવું જોઈએ. આવકવેરા વિભાગ લિંક્ડ ફૉર્મ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલે છે, જેના વગર ઈ-કેવાઈસી પ્રક્રિયા પૂરી નથી થઈ શકતી.

આ પ્રમાણે ભરો જન્મતારીખ
આવેદન કરતા પહેલા તેની જરૂર તપાસ કરો કે તમારી જન્મ તારીખ DD-MM-YY સ્વરૂપમાં છે કે નહીં. કેટલાક જૂના આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ હોય છે. જન્મની પૂરી તારીખની જરૂર પડે ત્યારે તેને ભારતીય વિશિષ્ટ પહચાન પ્રાધિકરણની વેબસાઈટ પર ઑનલાઈન બદલી શકો છો.

18 વર્ષથી વધુ ઉંમર હોવી જરૂરી
તાત્કાલિક ઈ-પાનના આવેદનની સુવિધા માટે જરૂરી છે કે આવેદન કરનારની ઉંમર 18 વર્ષથી વધુ હોય. જેની સાથે આ સુવિધા માત્ર વ્યક્તિ અને કંપની, હિંદૂ અવિભાજિત પરિવારો અને ભાગીદાર કંપનીઓ માટે જ ઉપલબ્ધ છે.

You cannot copy content of this page