Only Gujarat

Bollywood FEATURED

શ્રદ્ધા કપૂરના બાપા નાનપણમાં નહોતો કંઈ ઓછા, આ કારણે ત્રણ-ત્રણ સ્કૂલોએ હાંકી કાઢ્યા હતા

મુંબઈઃ જાણીતા બોલિવૂડ એક્ટર શક્તિ કપૂર 67 વર્ષના થયા. 3 સપ્ટેમ્બર 1952ના દિલ્હીના એક પંજાબી પરિવારમાં જન્મેલા શક્તિ કપૂરનું વાસ્તવિક નામ સુનીલ સિકંદરલાલ કપૂર છે. જોકે પછી ફિલ્મ ‘રૉકી’ (1981) સમયે સુનીલ દત્તે તેમનું નામ બદલી શક્તિ કપૂર કરી દીધું. શક્તિના પિતા સિકંદરલાલ કપૂરની દિલ્હીના કનૉટ પેલેસમાં ટેલરિંગની દુકાન હતી, જ્યારે તેમની માતા એક ગૃહિણી હતા.

શક્તિ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, બાળપણના સમયે તેમના પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી. ઘરમાં ઘણીવાર આર્થિક તંગીનો સામનો કરવો પડતો હતો. જોકે ત્યારે તેઓ પોતાના ભાઈ-બહેનો (પ્રવીણ, રેણુ અને રમી) સાથે ખુશ હતા.

2003માં એક ઈન્ટરવ્યૂ દરમિયાન શક્તિ કપૂરે કહ્યું હતું કે,‘મને ક્યારેય ભણવામાં રસ નહોતો. હંમેશા પરિક્ષામાં થર્ડ ગ્રેડ આવતો હતો. ખરાબ વર્તનના કારણે મને 3 સ્કૂલ હોલી ચાઈલ્ડ, ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલ અને સલવાન પબ્લિક સ્કૂલમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હું હંમેશા પોતાની મરજી પ્રમાણે કામ કરતો હતો અને આ કારણે મારે ઝઘડા થતા હતા.’

શક્તિ કપૂરે પોતાના પિતાને કંજૂસ ગણાવ્યા હતા અને તેઓ પૈસા બચાવીને રાખતા હોવાની વાત કરી હતી. આ કારણે તેઓ પિતા વિરુદ્ધ જ રહેતા હતા. શક્તિએ કહ્યું કે,‘હું પિતાની મરજી ના હોવા છતાં તેમની ફિએટ કાર વડે લૉન્ગ ડ્રાઈવ પર જતો હતો. તેઓ ઈચ્છતા હતા કે હું ફેમિલી બિઝનેસમાં જોડાઉં, પરંતુ મે ટ્રાવેલ એજન્સીના બિઝનેસની પસંદગી કરી. આ કારણે ઘણીવાર અમારી વચ્ચે ઝઘડા પણ થતા.’

શક્તિ કપૂરે જણાવ્યું હતું કે,‘મે કિરોડીમલ કોલેજ (દિલ્હી)માં સ્પોર્ટ્સ ક્વૉટા થકી બી.કોમમાં પ્રવેશ મેળવ્યો હતો. કોલેજમાં ક્રિકેટ મારી માટે પેશન હતું. જ્યાંસુધી મારી કોલેજની ટીમના કેપ્ટનને એ જાણ ના થઈ કે હું તેની ગર્લફ્રેન્ડને ડેટ કરી રહ્યો છું. જ્યારે કેપ્ટનને આ અંગે જાણ થઈ તો તેણે મને ગ્રાઉન્ડની ચારેય બાજુ બરાબરનો દોડાવ્યો. અંતે મે તેની ગર્લફ્રેન્ડ અને ક્રિકેટ બંનેને અલવિદા કહી દીધું.’

શક્તિ કપૂર એક માત્ર ફિલ્મમાં હીરો તરીકે જોવા મળ્યા અને તે પણ ફ્લોપ રહી હતી. તેમણે ‘જખ્મી ઈન્સાન’ નામની ફિલ્મમાં હીરો તરીકે કામ કર્યું હતું. આ જ કારણે આજે પણ તેઓ માત્ર કોમેડિયન અને વિલનના રોલ કરવાનું જ પસંદ કરે છે.

શક્તિ કપૂરે જણાવ્યું હતું કે, તેમની દીકરીને પિતાના દારૂ પીવાની ટેવ ગમતી નહોતી અને આ જ કારણે દીકરી શ્રદ્ધા કપૂર નારાજ રહેતી. તેની નારાજગીને દૂર કરવા માટે તેમણે દારૂ પીવાનું છોડ્યું તો નહીં પરંતુ ઓછું કરી દીધું. શક્તિ કપૂર રિયાલિટી શો ‘બિગ બોસ-5’ના સ્પર્ધક પણ રહી ચૂક્યા છે. આ શોમાં 13 સ્પર્ધકો વચ્ચે તેઓ એકમાત્ર પુરુષ સ્પર્ધક હતા.

You cannot copy content of this page