Only Gujarat

Sports

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલરની પત્ની ફરી ચર્ચામાં, હવે ત્રીજીવાર પ્રેમમાં પડી છે?

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ફરીવાર ચર્ચામાં છે. દર વખતે તે વીડિયો કે ફોટો ઈન્સ્ટાગ્રામ પર નાખી આકર્ષણનું કેન્દ્ર બનવાનો પ્રયાસ કરતી રહે છે. આ વખતે તેણે કોઈને પોતાની ‘જાન’ તરીકે સંબોધી સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી હતી.

હવે આ ‘જાન’ કોણ છે? શું શમી સાથેના ઝઘડા બાદ હસીન જહાંના જીવનમાં ફરી કોઈ પુરુષની એન્ટ્રી થઈ છે તે અંગે ચર્ચા થઈ રહી છે. મોહમ્મદ શમી સાથેના ખરાબ સંબંધો બાદથી જ હસીન જહાં સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને સતત પોતાની તસવીર-વીડિયો શેર કરતી રહે છે.

ઉલ્લેખનીય છે કે, હસીન જહાંએ મોહમ્મદ શમી સાથે બીજા લગ્ન કર્યા હતા પરંતુ તેણે પોતાના પતિ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા અને ત્યારથી બંને અલગ રહી રહ્યાં છે. શમી પર લગાવેલા આરોપોના કારણે જ હસીન જહાં લાઈમલાઈટમાં આવી હતી. તે પછીથી હસીન જહાં કોઈને કોઈ રીતે આ લાઈમલાઈટ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.

ઘણીવાર હસીન જહાંને તેની પોસ્ટના કારણે ટ્રોલ કરવામાં આવતી રહે છે. તાજેતરમાં તેણે માસ્ક પહેરી પોતાના પ્રેમીને સંબોધીને એક પોસ્ટ શેર કરી તો ત્યારે પણ તે ટ્રોલરના નિશાને આવી હતી. હસીન જહાંએ માસ્ક સાથેની તસવીર શેર કરતા એક ગીતની પંક્તિઓ લખી હતી કે,‘કિતાબે બહુત સી પઢી હોંગી તુમને, મગર કભી આંખે પઢી હૈ મેરી જાન’ હવે આ પોસ્ટમાં હસની જહાંનો પ્રેમી ‘જાન’ કોણ છે તે અંગે સવાલો થઈ રહ્યાં છે.

હસીન જહાંએ આ તસવીર થકી પોતાના કયા પ્રેમી સાથે આમ ખુલ્લેઆમ રોમાન્સ કરવાનો પ્રયાસ કર્યો છે તે તો હજુ સામે નથી આવ્યું પરંતુ તે શમી અને ક્રિકેટ પ્રેમીઓના ટાર્ગેટ પર ચોક્કસ આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, હસીન જહાં પોતાની ન્યૂડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે અને આ કારણે પણ તે ટ્રોલર્સના ટાર્ગેટ પર રહી હતી.

You cannot copy content of this page