Only Gujarat

Sports

એક સમયે હાર્દિક પંડ્યા પાસે બેટ ખરીદવાના પૈસા નહોતા ને આજે કંઈક આવી જીવે છે રજવાડી LIFE

વડોદરા: આજે વહેલી સવારે વડોદરા ખાતે ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થયું હતું. હાર્ટ અટેક આવતાં 71 વર્ષના હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું. આ સમાચાર મળતાં જ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ સમાચાર મળતાં જ કૃણાલ પંડ્યા સૈયદ અલી ટી-20 ટૂર્નામેન્ટ છોડી વડોદરા પહોંચ્યો હતો જ્યારે હાર્દિક પડ્યા 12:30 વાગે ફ્લાઈટ મારફતે મુંબઈથી વડોદરા પહોંચ્યો હતો. સાંત્વના પાઠવવા નજીકના લોકો પંડ્યાબંધુના ઘરે પહોંચ્યા હતાં. ત્યારે આપણે હાર્દિક પંડ્યાની લાઈફ પર એક નજર કરીએ…..

ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની રમતથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. બોલિંગ હોય કે બેટિંગ બંને મામલે હાર્દિક વિરોધીઓ પર ભારે પડે છે. ટીમના આ શાનદાર ખેલાડી પાસે વૈભવી કારનું કલેક્શન પર રહેલું છે, જેના વિશે અમે અહીં જણાવી રહ્યાં છીએ. હાર્દિક પંડ્યાની લાઈફ સ્ટાઈલ પણ લેવિશ છે અને સ્ટાઈલ આઈકોન બનવાની એક પણ તક છોડતો નથી તેમ કહી શકાય.

કહેવાય છે ને કે નસીબ આગળ કોઈનું ચાલતું નથી. આવું જ કંઈક હાર્દિક પંડ્યાના જીવનમાં બન્યું હતું. એક સમય એવો હતો કે હાર્દિક તથા તેનો ભાઈ કુનાલ પાસે ખાવાના પૂરતા પૈસા નહોતા. નાનપણમાં પરિવારની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ હતી. આથી જ ઘણીવાર ભૂખ લાગે તો બંને ભાઈઓ સ્ટેડિયમ પર પાંચ રૂપિયાની મેગી ખાઈને દિવસ કાઢી નાખતા હતા. જોકે, આજે બંને ભાઈઓએ પોતાની મહેનત તથા લગનથી ઈન્ડિયન ક્રિકેટમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. હાર્દિક પંડ્યા હાલમાં ઈન્ડિયન ટીમનો ઓલરાઉન્ડર છે. બંને ભાઈઓ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તરફથી રમે છે.

2.2 કરોડ રૂપિયાની Mercedes-AMG G63.

3.7 કરોડ રૂપિયાની Lamborghini Huracan EVO.

હાર્દિક પંડ્યા પાસે એકથી એક ચઢિયાતી કાર્સ છે.

હાર્દિક પંડ્યા પાસે રેન્જ રોવર પણ છે.

70 લાખની Audi A 35TDI છે.

હાર્દિક પાસે 7 લાખની ટોયોટા ઈટિયોસ પણ છે.

You cannot copy content of this page