Only Gujarat

Sports

જ્યારે ‘રાવણ’ની સાથે પહેલી જ વાર ‘સીતા’એ લીધી હતી સંસદમાં એન્ટ્રી!

મુંબઈઃ લૉકડાઉનને કારણે દૂરદર્શન પર ‘રામાયણ’ સીરિયલ ફરીવાર શરૂ કરવામાં આવી છે. આ સીરિયલ 1987માં પહેલીવાર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી અને તે સમયે ઘણી જ લોકપ્રિય બની હતી. આ વખતે પણ આ સીરિયલ એટલી જ લોકપ્રિય બની છે. સીરિયલના ઘણાં કલાકારો સોશિયલ મીડિયામાં એક્ટિવ બન્યા છે અને તેઓ સીરિયલની જૂની યાદો તાજી પણ કરે છે.

હાલમાં જ સીરિયલમાં સીતા બનેલી દીપિકા ચિખલિયાએ 1991ની એક તસવીર શૅર કરી હતી, જેમાં તે પહેલી જ વાર અરવિંદ ત્રિવેદી સાથે સંસદમાં આવી હતી. બંને જ્યારે સંસદ આવ્યા ત્યારે ફોટોગ્રાફર્સ તેમની તસવીર લેવા માટે પડાપડી કરતા હતાં. દીપિકાએ થોડાં સમય પહેલાં જ આ તસવીર શૅર કરી હતી. તેણે આ તસવીર શૅર કરીને કહ્યું હતું કે લંકેશ તથા તે પહેલી જ વાર સંસદમાં પ્રવેશ કરતાં સમયે.

ઉલ્લેખનીય છે કે ‘રામાયણ’માં સીતાની ભૂમિકા દર્શકોને ઘણી જ પસંદ આવી હતી અને તેથી જ દીપિકાને ગુજરાતમાં વડોદરાની સીટ પરથી લોકસભાની ચૂંટણીની ટીકિટ આપવામાં આવી હતી. તે સીટ પરથી જીતી હતી. નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી તથા દીપિકાની એક જૂની તસવીર પણ હાલમાં વાયરલ થઈ હતી.

દીપિકા જે વર્ષે સાંસદ બની એ જ વર્ષે અરવિંદ ત્રિવેદી ગુજરાતમાંથી સાબરકાંઠા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતાં. તેઓ પણ આ બેઠક પરથી જીતી ગયા હતાં. આ જ રીતે સીતા તથા રાવણની જોડી લોકસભામાં જોવા મળી હતી.

82 વર્ષીય અરવિંદ ત્રિવેદીએ હાલમાં જ સીતહરણનો સીન ટીવી પર જોયો હતો. તે ઘણાં જ ભાવુક બની ગયા હતાં અને તેમણે બે હાથ જોડ્યાં હતાં. જાણે કે તે શ્રીરામની માફી ના માગતા હોય..!

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page