Only Gujarat

FEATURED International

કોરોનાને લઈ ચીન શું છુપાવી રહ્યું છે? કર્યું એવું કામ કે શંકા કર્યાં વગર નહીં રહી શકો

બેઈજિંગઃ દુનિયાભરમાં કોરોના વાયરસ મોતનું બીજું નામ બની ગયું છે. એવામાં ચીન અન્ય દેશોનાં નિશાને પર છે. કારણકે, વાયરસ ફેલાવાની શરૂઆત ચીનનાં વુહાન શહેરથી થઈ હતી. આજ કારણે ચીન દુનિયાને એવી કોઈ તક આપવા માંગતું નથી, જેથી વાયરસનાં પ્રકોપને લઈને તેની ઉપર આંગળી ઉઠે.

ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, આ જ કારણે ચીને હવે કોરોના વાયરસ સંબંધિત રિસર્ચ, ઓનલાઈન પ્રકાશિત થયેલા રિપોર્ટ્સ અને દસ્તાવેજોને પોતાની યુનિવર્સિટીઓમાંથી દૂર કરવાનું શરૂ કર્યું છે. રિપોર્ટ મુજબ, ચીનની બે યુનિવર્સિટીઓની વેબસાઈટો ઉપર હાલમાં જ પ્રકાશિત અમુક રિપોર્ટ અને પેજોને હટાવી દીધા, જે કોરોના વાયરસથી સંબંધિત હતા.

ગાર્ડિયન રિપોર્ટમાં ઓનલાઇન માધ્યમ પરથી હટાવેલાં બંને પેજો સુધી પહોંચવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ આલોચકોએ કથિત રીતે કહ્યુ છે કે, આ પગલાંનો ઉદ્દેશ્ય કોરોના વાયરસ મહામારીનાં પ્રકોપ સાથે જોડાયેલી જાણકારીને નિયંત્રણ કરવાનો છે. ચીનનાં વુહાનથી શરૂ થયેલા આ વાયરસને કારણે દુનિયાભરમાં એક લાખથી વધુ લોકોનાં મોત થયા છે.

ગાર્ડિયનને એક સંશોધન દસ્તાવેજ મળ્યું છે જે વુહાન યુનિવર્સિટીની રેનમિન હોસ્પિટલ સાથે જોડાયેલું છે. તે જણાવે છે કે કોરોના વાયરસની ઉત્પત્તિમાં અનુસંધાનનાં પ્રકાશનને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પાસેથી મંજૂરી જરૂરી રહેશે.

ધ ગાર્ડિયન મુજબ, એક અન્ય નોટિસ, જે 9 એપ્રિલે શાંઘાઈનાં ફુડન યુનિવર્સિટીમાં સૂચના વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં સ્કૂલે પ્રકાશિત કરી હતી. તેમાં પ્રકોપનાં સોર્સની તપાસ કરનારા કાગળનાં ‘સખ્ત અને ગંભીર’ પ્રબંધન કરવા માટે કહેવામાં આવ્યુ છે.

આવા ઘણા દસ્તાવેજો હટાવ્યા પછી એવી આશંકા છે કે ચીન કોરોના વાયરસ વિશે દુનિયામાંથી કંઇક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page